રામનાથપરાના યુવાન પાસે વ્યાજખોરે ચેક રીટર્ન કરાવ્યો, જમીનના કાગળો પડાવી લીધા
યુવાને વ્યાજખોર પાસેથી 2.30 લાખ વ્યાજે લીધા હતા, જમીનના સાટાખત પોતાન નામે કરાવી દેવાની ધમકી આપી
રામનાથપરામાં રહેતા નઝીરભાઇ હાજીભાઈ નોતીયાર(ઉ.વ.34)એ વ્યાજખોર ભાવેશભાઇ ઉર્ફે બોનીભાઇ કિશનચંદ નાજકાણી સામે ફરિયાદ નોંધાવી હતી.નઝીરભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું જંકશન પોલીસ ચોકી મેઇન રોડ ઉપર આવેલ સુરેશભાઈની ગોપાલા મેડીકલમા પ્રાઇવેટ નોકરી કરું છું.એકાદ વર્ષ પહેલા મારે પૈસાની જરૂૂરીયાત હોય જેથી અમારી શેરીના ખુણે પાનની દુકાન ધરાવી વેપાર કરતા ભાવેશભાઇ ઉર્ફે બોનીભાઇ કિશનચંદ નાજકાણી ને ત્યા હુ અવાર નવાર જતો હોય તેમની પાસેથી પાંચ ટકા વ્યાજે રૂૂ.2.30 લાખ લીધા હતા.
પૈસાની સામે બોનીભાઇને સીકયુરીટી પેટે મે બેંકનો એક અને ત્રંબા વડાળી ખાતે આવેલ જમીનના કાગળો તથા રૂૂ.100 નો સ્ટેમ્પ પેપર આપેલ બાદ આ બોનીભાઇને હુ દર મહીને રૂૂ.11,500/- નિયમિતપણે વ્યાજ ચુકવતો હતો અને આજથી ચારેક મહીના પહેલા મારી પાસે પૈસાની સગવડ ન હોય જેથી આ બોનીભાઇને વ્યાજ ચુકવી શકેલ નહી જેથી બોનીભાઇ મારી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અને હુ જ્યા નોકરી કરૂૂ છુ ત્યા આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન પરેશાન કરતા હોય અને મે આ બોનીભાઇને જમીનના કાગળો તેમજ 100 ના સ્ટેમ્પ પેપર તથા કોરો ચેક સીક્યૂરીટી પેટે આપેલ હતો.તે કોરા ચેકમા બોનીભાઇએ 4.50 લાખ રકમ ભરી બેંકમા જમા કરાવી ચેક રીટર્ન કરાવેલ અને મને અવાર નવાર આ બોનીભાઈ તારી જમીનના સાટાખત મારા નામે કરી દે નહી તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપતા હોવાથી તેમની સામે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.