રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયામાં ગર્ભસ્થ શિશુ પરીક્ષણ બાબતે તંત્રની તાકીદ: બિનજામીન પાત્ર ગુનો, 5 વર્ષની કેદ

12:04 PM Aug 01, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

સરકાર દ્વારા પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. અધિનિયમ, 1994 ઘડવામાં આવ્યો છે. તેનું અમલીકરણ સંપૂર્ણ દેશમાં કડક રીતે કરવામાં આવે છે. આ અધિનિયમ અંતર્ગત ગર્ભધારણ પહેલા જાતિ પસંદગી અને પ્રસુતિ પહેલા ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ કરવું ગુનો છે જે સજાને પાત્ર છે. આ બાબતે કોઈપણ માધ્યમથી જાહેરાત કરવી એ પણ પ્રતિબંધીત છે. કોઈ પણ ઈસમો દ્વારા ઉકત જોગવાઈઓના ઉલ્લંઘન કરવામાં આવે તો તેમની વિરૂધ્ધ બિન જામીન પાત્ર ગુનો નોંધવાની પણ જોગવાઈ છે. આવું કૃત્ય કરનારને 5 વર્ષ સુધીની કેદ અને રૂ. એક લાખ સુધીનો દંડ થઈ શકે છે.

આ અધિનિયમ અંતર્ગત થયેલ જોગવાઈ મુજબ સોનોગ્રાફી કરવા માટે સબંધિત જિલ્લામાં સોનોગ્રાફી કરનાર ડોકટર, સોનોગ્રાફી મશીનનું સ્થળ અને સોનોગ્રાફી મશીનની નોંધણી કરાવવી ફરજીયાત છે. સગર્ભા સ્ત્રીની સોનોગ્રાફી કરતા પૂર્વે સોનોગ્રાફી કરાવનાર સગર્ભા અને ડોકટર બંને ગર્ભસ્થ શિશુની જાતિ જાણવા ઈચ્છતા નથી તે અંગેની લેખિત બાહેધરી પણ લેવાની હોય છે. આ બાબતે જિલ્લા દેવભૂમિ દ્વારકાની હદમાં કોઈ પણ ઈસમો અને સોનોગ્રાફી સેન્ટરના ડોકટરો અથવા અન્ય સ્ટાફ દ્વારા ખાનગી રાહે ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ (બાળક કે બાલિકા) થતું જણાય, સોનોગ્રાફી સેન્ટરમાં સોનોગ્રાફી કરવા માટે નોંધાયેલા ડોકટર સિવાય અન્ય ડોકટર, નર્સ, ટેકનિશિયન કે ફાર્માસીસ્ટ દ્વારા બિનઅધિકૃત રીતે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ થતો જણાય, બિન નોંધાયેલા સોનોગ્રાફી મશીન દ્વારા સોનોગ્રાફી થતી જણાય, બિન નોંધાયેલ સ્થળે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ થતો જણાય અથવા આ બાબતે કોઈ પણ માધ્યમથી જાહેરાત થતી જણાય તો જાહેર હિતાર્થે ખંભાળિયામાં જિલ્લા પંચાયત કચેરી સ્થિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા ખાતે અથવા સબંધિત તાલુકા હેલ્થ ઓફીસરને યોગ્ય આધારો સાથે જાણ કરવા જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી દ્વારા જનસમુદાયને અપીલ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsKhambhalia
Advertisement
Next Article
Advertisement