જામનગરના કુખ્યાત દિવલા ડોન અને વકીલ વચ્ચેના ધમકી ભર્યા સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ
મહિલાને ડરાવી ધમકાવી મકાનમાં તોડફોડ કરી બળજબરીથી કબજો મેળવી લેવાનો ઉલ્લેખ
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરાવવા માટે જામનગરના દિવલા ડોન સામે ગુનો દાખલ કરાયો હતો, જેમાં એક વકીલની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.
જેના પુરાવાના ભાગરૂૂપે બંને વચ્ચેના મોબાઈલ ફોનના સંવાદવાળી એક ઓડિયો ક્લિપ પોલીસને હાથ લાગી છે. જેમાં મહિલાને ડરાવી, ભય બતાવી ધમકી અપાઈ રહી છે, અને મકાનમાં તોડફોડ કરીને બજબરીપૂર્વક કબજો મેળવી લેવાયો છે. વગેરે સંવાદો સાથેની ઓડિયો કલીપ પોલીસને હાથ લાગી છે. જેના મહત્વના સંવાદો આ મુજબના છે.
સૌપ્રથમ દિવલા ડોન દ્વારા જામનગરના એન.એન. નામધારી વકીલને તેના મોબાઈલ ફોન પર ટેલીફોન કરીને જાણકારી આપવામાં આવે છે, અને દિવલા તરફથી તેનો મોબાઇલ ફોન સ્પીકર પર મૂકીને વાર્તાલાપ શરૂૂ કરાય છે.
મહિલાના ઘરમાં આંતક મચાવ્યા બાદ સ્પીકર પર ફોન રાખીને વકીલ અને દિવલા ડોન વચ્ચે સંવાદો શરૂૂ થાય છે, અને મહિલા ને ડરાવી ધમકાવી ભયનું વાતાવરણ ઊભું કરી દેવાય છે, તે પ્રકારના સંવાદ ઓડિયો ક્લિપ માં રેકોર્ડ થયેલા સંભળાઈ રહ્યા છે.
આ ઘટનામાં જે મહિલાનું મકાન ખાલી કરવાનું હતું, ત્યાં જ ઊભા રહી સૌપ્રથમ દિવલા ડોને તોડફોડ કરી નાખી કાચ વગેરે તોડી નાખ્યાની પોતે જ કબુલાત આપે છે, પોતે વકીલને જણાવે છે કે મહિલા ઘરમાં પૂરેપૂરી તોડફોડ કરી નાખી છે, અને તાત્કાલિક અસરથી મકાન ખાલી કરી આપે છે, તેમ જણાવ્યું હતું.
સામે કથિત વકીલ દ્વારા પણ તે વાતનો સ્વીકાર કરીને મહિલા સાથે જાતે જ સ્પીકરમાં મોબાઇલ રાખીને ચર્ચા કરવામાં આવી છે, અને દીવલા ડોન દ્વારા મહિલા પર દબાણ કરીને ખાલી કરાવવાની કબુલાત કરાવાઇ રહી છે, જે શબ્દો તેમાં સંભળાઈ રહ્યા છે.
વકીલ દ્વારા એવું પણ કહેવાયું હતું કે કોઈ પણ વકીલ મને કામ સોંપે તો તે કામ પૂરું થઈ જવું જોઈએ, જેમાં ભલે ને મારે તેમાં કોઈને મારી નાખવાના હોય તો પણ હું તે કામ પૂરું કરી દઉં તેવી બડાશ પણ હાંકવામાં આવે છે, અને મહિલા ને પણ જલ્દી મકાન ખાલી કરવા અને વકીલ દ્વારા દિવલા ડોન ને તેના મકાનનો કબજો કરી લેવાનું પણ કહેવામાં આવે છે જે સંવાદો પણ આ ક્લિપ માં કેદ થયા છે. ઉપરોક્ત ઓડિયો ક્લિપ ને પોલીસ, દ્વારા કબજે કરવામાં આવી છે, તેમજ રાઈ કરવાની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે.
