ઉપલેટા યાર્ડના વેપારી સાથે 79.71 લાખની છેતરપિંડી
ફેસબુક મારફતે સંપર્કમાં આવેલી યુવતીએ ઉંચા વળતરની લાલચ આપી એપ્લીકેશન ડાઉન લોડ કરાવી રૂપિયા પડાવ્યા
ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં રઘુવિર નામની કમીશન એજંટ તરીકેની વેપારીને ફેસબુક મારફતે પરિચયમાં આવેલી દેહરાદુનની યુવતીએ ઉચા વળતરની લાલચ આપી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી તેના મારફતે રોકાણ કરવી રૂૂ.79.91 લાખની છેતરપીંડી કરતા આ મામલે ઉપલેટા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ઉપલેટામાં આદર્શ શેરી, વલ્લભ ટાવર, બ્લોક નં.301માં રહેતા મૂળ નાની વાવડીના વાતની અને ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં રઘુવિર નામની કમીશન એજંટ તરીકેની પેઢી ચલાવતા વેપારીએ સંજયભાઇ રમણીકભાઈ દઢાણીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દેહરાદુનની પ્રીતિ ગુપ્તા નામની યુવતીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતના ફેસબુકમાં સંજય પટેલ નામનું આઇ.ડી. હોય જેમાં નવેમ્બર 2024માં પ્રીતિ ગુપ્તા નામની આઇ.ડી.માથી ફ્રેંડ રીકવેસ્ટ આવેલ હતી જે સંજયભાઈએ સ્વીકારેલ અને બન્ને વચ્ચે અવાર નવાર ફેસબુકમાં વાત થતી હતી અને પ્રીતિ પોતે દેહરાદુની વતની હોય અને પોતે આરવ બુટીક અને કોસ્મેટિક નામનો મોલ ચલાવતી હોવાની વાત કરી હતી.
સંજયભાઈ અને પ્રીતિ વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઇ હતી અને બન્ને એક બીજા સાથે વાતચીત કરતા હતા. પ્રીતિએ સંજયભાઈને તમે ફીઝીકલ હાર્ડ વર્ક ન કરો સમાર્ટ વર્ક કરી તેમાથી પૈસા કમાવ તેવી વાત કરી, સ્માર્ટ વર્ક કરવાનું અને વધુ પૈસાનો નફો થાય તેવી વાત કરી BGC BRRICK નામની એપલીકેશન ડાઉનલોડ કરાવી હતી. પ્રીતિએ કહેલ કે આ સોનાની ખાણની . જેમાં પૈસા રોકવાથી સારા પૈસા મળે છે અને હું તેમાં રોકાણ કરૂૂ છુ તેવી વાત કરતા સંજયભાઈએ વિશ્વાસમાં આવી ગયેલ પ્રીતિએ તમારે રોકાણ કરવું હોય તો તમારા પૈસાની તમામ જવાબદારી મારી રહે છે.
તેવી વાત કરતા પ્રીતિએ પોતાના વોટ્સએપ માથી મોકલેલી લીંક દ્વારા એપલીકેશન મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કર્યા બાદ પ્રીતિ અને સંજયભાઈ બન્ને સાથે રોકાણ કરતા પ્રીતિના કહેવાથી ઉપરોક્ત અલગ અલગ તારીખે અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂૂ.38.0 0,000 રોકાણ કરવાના બાને આર. ટી. જી.એસ. એન.ઈ. એફ.ટી.થી ટ્રાન્સફર કરેલ અને તેમાથી જે નફો થયેલ તે ડોલરમાં આવતો હતો માટે પ્રીતિ ગુપ્તાએ કહેલ કે ટેક્ષ ભરવો પડશે તેમ કહીને ટેક્ષ તથા કંવર્જેશન ફી ના બાને રૂૂ.41,71,064 ઉપરોક્ત ખાતાઓમાં અલગ અલગ તરીખે અને ખાતાઓમાં આર.ટી. જી. એસ. એન. ઈ.એફ.ટી. થી ટ્રાંસફર કરેલ જે પૈસા માટે સંજયભાઈએ પર્સનલ લોન ઉપાડેલ અને સોનાના ઘરેણા ઉપર લોન લઈને ટેક્ષના પૈસા ચુકવ્યા હતા. સંજયભાઈના રોકાણના વળતાના રૂૂપિયા પરત ન આવતા તેમણે પ્રીતીને વાત કરતા પ્રીતીએ સંજયભાઈને ફેસબુક તથા વોટ્સએપમાં બ્લોક કરી દિધેલ અને વેપારી સંજયભાઈ સાથે કુલ રૂૂ. 79,71,068 ની છેતરપીંડી કરનાર દહેરાદૂનની પ્રીતિ સામે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.