ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઉપલેટા પોલીસે ગેરકાયદેસર ખનીજનું વહન કરતાં 4 વાહનોને ડિટેન કર્યા

12:19 PM Mar 20, 2025 IST | Bhumika
Advertisement

કોમ્બિંગ નાઇટ દરમિયાન ટ્રાફિક નિયમોનું ભંગ કરનારઓને રૂા.5 હજારનો દંડ કરાયો

Advertisement

ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો વિરૂૂધ્ધ 100 કલાકમાં કામગીરી કરવાની સુચના અન્વયે કોમ્બીંગ નાઈટ દરમ્યાન ટ્રાફીક નીયમોનું ભંગ કરતા તથા ગેરકાયદેસર ખનીજનું વહન કરતા લોકો વીરૂૂધ્ધ કામગીરી કરતી ઉપલેટા પોલીસ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય. ગાંધીનગરનાઓના 100 કલાકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો વિરુધ્ધ અલગ-અલગ પ્રકારે કામગીરી હાથ ધરવા માટેના પરીપત્રના ભાગરૂૂપે રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ દ્રારા કોમ્બીંગ નાઈટનું આયોજન કરેલ હતુ જે અન્વયે રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહની સ્પષ્ટ અને પરીણામલક્ષી કામગીરી કરવા અપાયેલ સૂચના તથા ધોરાજી વિભાગ, ધોરાજી મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ નાઈટ દરમ્યાન MV ACT 207 મુજબ 04 વાહનોને ડીટેન કરેલ તથા રૂૂપીયા 5000/- નો દંડ તથા ગેરકાયદેસર ખનીજનુ વહન કરનાર ચાર ડમ્પર ટ્રક ને સંયુક્ત કામગીરીના ભાગરૂૂપે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં આશરે સાત લાખથી વધુનો દંડ થઈ શકે તેમ છે અને ઉપલેટા પોલીસ દ્વારા આગળ પણ નિયમાનુસારની કાર્યવાહી ઉપલેટા પોલીસ કરશે

 

 

 

 

Tags :
crimegujaratgujarat newsUpletaUpleta newsupleta police
Advertisement
Next Article
Advertisement