સાંઇબાબા સર્કલ પાસેથી યુપીનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો, સુરેન્દ્રનગરના શખ્સનું નામ ખુલ્યું
રાજકોટ શહેરમા યુવાધન નશાનાં રવાડે ના ચડે તેમજ નાર્કોટીકસ પદાર્થોનુ વેચાણ અટકાવવા માટે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટીકસ પદાર્થનુ વેચાણ અને ખરીદ કરતા અને સેવન કરતા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા દ્વારા સુચનાં આપવામા આવી હોય તે અનુસંધાને આજી ડેમ પોલીસ સ્ટાફે ગઇકાલે રાત્રીનાં સમયે બાતમીને આધારે કોઠારીયા વિસ્તારમા આવેલા સાંઇબાબા સર્કલ પાસેથી એક શખ્સને 1.765 કિલો ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે ઝડપી લેવામા આવ્યો હતો.
વધુ વિગતો મુજબ આજીડેમ પોલીસ મથકનાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમા પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ રવીભાઇ વાંક, હારૂનભાઇ ચાનીયા , દિગ્પાલસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે ગઇકાલે બાતમીનાં આધારે કોઠારીયા વિસ્તારમા આવેલા સાંઇબાબા સર્કલ પાસેથી મુળ યુપીનાં પરશીયારાજા ગામનાં અને હાલ રાજકોટ શહેર ઢેબર રોડ પાસે વિરાણી અઘાટ શેરી નં ર મા રહેતા રવીકુમાર સાધુરામ યાદવને 1.76પ કિલો ગ્રામ ગાંજા સાથે ઝડપી લેવામા આવ્યો હતો તેમની પાસેથી બાઇક અને મોબાઇલ સહીત રૂ. 67 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો તેમની પુછપરછમા તેમણે આ ગાંજાનો જથ્થો સુરેન્દ્રનગર તરફથી એક શખ્સ આપવા આવ્યો હતો અને પોતે ગાંજાનો બંધાણી હોવાનુ જાણવા મળી રહયુ છે હાલ આ તપાસ થોરાળા પોલીસ મથકનાં પીએસઆઇ મહેશ્ર્વરીને સોપવામા આવી છે .
-