ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અસલામત સવારી : એસ.ટી.નો ડ્રાઈવર પીધેલી હાલતમાં પકડાયો

05:20 PM May 21, 2025 IST | Bhumika
Advertisement

અમરેલીથી રાજકોટ રૂૂટની એસ.ટી બસનો ડ્રાઇવર નશો કરી બસ ચલાવતો હોવાની મુસાફર દ્વારા જાણ કરાયા બાદ રાજકોટ એસ.ટી ડેપોએ બસ પહોંચતા ડ્રાઇવરને ચેક કરતા તેણે દારૂૂ પીધો હોવાનું સ્પષ્ટ થયું હતું.જેથી ડ્રાઇવર સામે એસટીના આસિ. ઇન્સ્પેકટરે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

એસટીમાં આસિસ્ટન ટ્રાફિક ઇન્સ્પેકટર નરેશભાઇ લખુભાઇ ધાધલ દ્વારા એ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે ધર્મેશભાઇ સંગ્રામભાઇ સરવૈયા, (ઉ.વ. 33,રહે. વડીયા, કૃષ્ણપરા, તા. કુકાવાવ, જી. અમરેલી) નું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાત્રીના ડેપો મેનેજર રાજકોટનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે અમરેલીથી ઉપડી રાજકોટ તરફ એસ.ટી. બસ આવી રહી છે ત્યારે બસમા બેસેલ પ્રવાસી મારફતે જાણકારી મળેલ કે બસ નં. જીજે 18 ઝેડ 4148 ના ડ્રાઇવર કેફી પીણુ પીધેલી હાલતમા બસનુ ડ્રાઇવીંગ કરી રહ્યો છે. જેથી બસનુ ચેકીંગ કરવાની સુચના મળતા અમે તથા ટીસી રામભાઇ હરદાસભાઇ ચોચાએ રાજકોટ એસ.ટી. ડેપો ખાતે બ્રેથ એનેલાઇઝર મશીન સાથે રાખી એસ.ટી. ડેપોમા આવતી બસોમાં રાત્રીના 10:30 વાગ્યે અમરેલી-રાજકોટ રૂૂટની બસ આવતા બસના ડ્રાઇવરને બ્રીથ એનેલાઇજર મશીનથી ચેક કરતા તેણે કેફી પ્રવાહી પીધેલનુ જણાય આવ્યું હતું.જેથી તેનું મોઢુ સુંધી ખાત્રી કરતા મોઢામાથી કેફી પ્રવાહી પીધેલાની વાસ આવ તી હોય જેથી આ બસના ડ્રાઇવરને પુછપરછ કરી તેનુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ધર્મેશભાઇ સંગ્રામભાઇ સરવૈયા હોવાનું જણાવ્યું હતું.જેથી સાથેના સ્ટાફ સાથે ડ્રાઇવરને લઇ અહી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપેલ બાદમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

Tags :
bus drivercrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement