અહીં કેમ બેઢો છે તેમ કહી નસેડીને અજાણ્યા દારૂડિયા શખ્સોએ માર માર્યો
લોહાનગરની ઘટના: પ્રૌઢને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા
શહેરમાં ગોંડલ રોડ ઉપર આવેલા લોહાનગરમાં દારૂૂના નશામાં બેઠેલા નસેડીને અજાણ્યા દારૂૂડિયા શખ્સોએ અહીં કેમ બેઠા છો તેમ કહી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પ્રોઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ ઉપર આવેલ લોહાનગરમાં રહેતા રામબાપુ રામપ્રીત પાસવાન નામના 45 વર્ષના પ્રૌઢ સાથે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. પ્રૌઢને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં ઈજાગ્રસ્ત રામબાપુ પાસવાન મૂળ બિહારના વતની છે અને દારૂૂના નશામાં બેઠા હતા ત્યારે અજાણ્યા દારૂૂડિયા શખ્સોએ આવી અહીં કેમ બેઠા છો તેમ કહી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
--------