પ્રેમમાં આડખીલી બનેલા બનેવીને સગીર વયના સાળાએ મોતને ઘાટ ઉતાર્યો
ગોંડલનાં કામઢીયા ગામે બે દિવસ પહેલા પરપ્રાંતિય યુવાન ની થયેલી હત્યાનો ભેદ પોલીસે ખોલી મૃતક નાં સગીરવયનાં સાળાને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી સગીર વયનો સાળો યુવતીને ભગાડી ગયો હોય જેને મૃતક પરત લાવી યુવતીનાં બીજે લગ્ન કરી નાખતા ખાર રાખી હત્યા કરી હોવાનુ ખુલ્યુ છે.
પ્રાપ્ત વિગત મુજબ કમઢીયાથી દેરડી(કુંભાજી) ગામ તરફ જતા માર્ગે ખીમાભાઈ જાસોલીયાની વાડીમાં મુળ એમપીના અલીરાજપુર જીલ્લાનાં જોબટ ના અને હાલ ખેતમજુરી કરતા બનસીંગ બાબુલાલ અજનાર ઉ.30 ની કોઇ અજાણ્યા શખ્સોએ માથા પર બેરહેમી પુર્વક પત્થરો નાં ઘા મારી હત્યા કરી હતી. હત્યા બાદ તેની લાશ ને વાડીમાં ખોદેલા મકાન નાં પાયામાં ફેંકી દિધી હતી. પોલીસે તપાસ કરતા ઘટના સ્થળ પાસેથી રોડનાં કાંઠે આવેલી વાડીમાં કાંકરીનાં ઢગલા પાસેથી ગોદડુ, લોહીનાં ડાઘ વાળા પત્થરો અને જીજે20 એપી 4198 નંબર નું બાઇક મળી આવતા પોલીસે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સુલતાનપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ રાઠોડ એલસીબી પીઆઇ ઓડેદરા અને સ્ટાફે તપાસ નાં ચક્રોગતિમાન કરી હત્યાનો ભેદ ઉકેલવા કમઢીયા આસપાસ નાં પરપ્રાંતિય મજુરોની પુછપરછ કરી ઉપરાંત ટેક્નિકલ સોર્સ ની મદદથી તપાસ કરતા મૃતક બનસીંગ ના સગીરવય નાં સાળાને જડપી લઇ પુછપરછ હાથ ધરતા સગીરે હત્યા કર્યાની કબુલાત આપી હતી.
મૃતક બનસીંગ સગીર નાં મોટામામાની દિકરી નો પતિ થાયછે.સગીરનાં બીજા મામા બતનીયા નજરુ ડાયર ની પુત્રી સાથે સગીરને એક વર્ષ થી પ્રેમ સંબંધ હોય હોળી પહેલા તેને ભગાડી ગયો હતો.દરમ્યાન બનસીંગ યુવતી નાં પિતા સાથે જઈ તેને પરત લાવી બીજે લગ્ન કરી નાખ્યા હોય સમગ્ર ઘટનામાં આગળ પડતો રહ્યો હોય આ વાતનો ખાર રાખી સગીર મોડીરાતે બાઇક લઇ વાડીએ આવી બનસીંગ સુતો હતો ત્યારે તેના માથા પર પત્થરો મારી હત્યા કરી હતી.બાદ માં બાઇક વાડીમાં છોડી દઇ નાશી છુટ્યો હતો. પીએસઆઇ રાઠોડે વિષેશ પુછપરછ સાથે તપાસ હાથ ધરીછે.