પુષ્કરધામ નજીક પત્ની સાથે આડા સંબંધની શંકાએ મામાજીએ જમાઇને બેફામ માર માર્યો
પૂસ્કરધામ મેઈન રોડ કેવલમ સોસાયટી સામે આવાસ યોજનામાં રહેતા અને ક્લર કામની મજૂરી કરતા પીન્ટુભાઈ ગોવિંદભાઈ રાઠોડ(ઉ.37)ને તેમના પત્નીના કૌટુંબિક મામા નરસિંહ કલાભાઈ પરમાર(ઉ.30,રહે.નાનામવા જકાતનાકા પુલ પાસે)એ પત્ની નૂતન સાથેના સબંધની શંકાએ રસ્તામાં આંતરી બેફામ મારમારી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદી પિન્ટુભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારા લગ્ન પાંચ વર્ષ પહેલા વિશાખા ઉંમર વર્ષ 24 સાથે કોર્ટ મેરેજ (લવ મેરેજ) કરેલ તેમજ મારે સંતાનમાં બે દીકરા જેમાં મોટો દીકરો મિતાંશ ઉંમર વર્ષ 04 તથા નાનો દીકરો માનવ ઉંમર વર્ષ 08 માસનો છે જેમાં પત્નીના કૌટુંબિક મામા નરસિંહભાઈ કલાભાઈ પરમાર જેની પત્ની નુતનબેન કે જેના ફોઈના મકાનમાં નાના મવા જકાતનાકા પાસે આવેલ ઘરમાં મારા લગ્ન પહેલા પત્ની વિશાખા ભાડે રહેતા હોય જેથી પરિચય થતા મારી પત્ની તથા નૂતનબેન બંને બહેનપણી થયેલ જેમાં મારા લગ્ન બાદ તેમના ઘરે આવરો જવરો રહેતો હતો.જે બાદથી આ નરસિંહ મારી ઉપર તેમજ પત્ની સાથે મિત્રતા પ્રેમ સંબંધ હોવાની શંકા કુશંકા આ નરસિંહ મારી ઉપર કરતો જે બાબતે અવાર નવાર મારી પત્ની ને સાથે રાખી મારે કોઈ પણ જાતનો આ નુતન સાથે સંબંધ નહીં હોવાનો ચોખવટ કરેલ હોવા છતાં આ નરસિંહ મને ફોન કરી મને માર મારવાની ધમકી આપતો હતો.
ગઈ તારીખ 29/10ના બપોરના હું પુષ્કરધામ મેઇન રોડ સરકારી શાકમાર્કેટ ઝોનથી આગળ વસંત કુંજ બિલ્ડીંગ પાસે મારા ઘરેથી એકલો ચાલીને જતો હોય તે દરમિયાન પાછળથી પોતાની સીએનજી રીક્ષા લઇ મારી પાસે આવી મારી પત્ની નુતન સાથે કેમ સંબંધ રાખસ તેમ કહી ગાળો દઈ મારો કાઠલો પકડી હવે સંબંધ રાખ્યો તો મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને મારફૂટ કરવા લાગેલ જે બાદ મારી સાથે પોતાની રીક્ષા અથડાયેલ અને બે અજાણ્યા માણસોએ મને વધુ માર માંથી છોડાવી મારી પત્ની વિશાખા ને બનાવવાની જગ્યાએ બોલાવી મને શરીરે મુંઢ ઈજા દુખાવો થતાં મારી પત્નીએ 108 બોલાવી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.
