ધોરાજીના ઝાંઝમેરમાં ધીરાણના રૂપિયા આપવાની ના પાડતા કાકા ઉપર ભત્રીજા સહિતનાનો હુમલો
બે સગા ભાઇ સહિત ચાર સામે ગુનો નોંધાયો
ઝાંઝમેર રહેતા ભરતભાઇ ઉર્ફે હકાભાઇ વાલજીભાઈ વાછાણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઝાંઝમેર ગામે એકલો રહે છે. પોતે અપરણીત છે અને તે બે ભાઈઓ તથા પાંચ બહેનો છે. સૌથી મોટા ગુણવતાબેન જે મરણ પામેલ છે. ત્યારબાદ હંસાબેન જે અનિડા સાસરે છે. ત્યારબાદ ગીતાબેન જે નાની વાવડી સાસરે છે. ત્યારબાદ ભાવનાબેન જે ઉપલેટા સાસરે છે. ત્યારબાદ રેખાબેન જે ખજુરડા સાસરે છે. ત્યારબાદ લલીતભાઇ જે સુપેડી ખાતે રહે છે.
ગઈ તા.09/06/2025 ના સાંજના સાડા ચારેક વાગ્યે ભત્રીજા ધર્મીન નો ફોન આવેલ અને કહેલ કે તમે ક્યાં છો તો હું ત્યાં આવુ છુ. ભરતભાઇ એ કહ્યુ કે, હું બસ સ્ટેન્ડે પંચરની દુકાને જ બેઠો છુ. ત્યારબાદ અડધી કલાક બાદ ભત્રીજો ધર્મીન લલીતભાઇ વાછાણી તેના મીત્રો દિવ્યેશ નીતીનભાઇ હાંસલીયા, મૌલીક નિતીનભાઇ હાંસલીયા તથા કેવિન રતીભાઇ હાંસલીયા ત્યાં કેવિન હાંસલીયાની કાળા કલરની ફોરવ્હીલ જેના નંબર 501 વાળી લઇને આવ્યા હતા અને ગાળા ગાળી કરવા લાગેલ તે દરમ્યાન ગાડીમાંથી ગામના દિવ્યેશ નીતિનભાઈ હાંસલીયા, મૌલીક નિતીનભાઈ હાંસલીયા તથા કેવિનભાઈ રતીભાઇ હાંસલીયાએ ગાડીમાંથી ધોકા લઇ નીચે ઉતરી કહેવા લાગેલ કે આજ આને પુરો કરી દેવો છે. અને મારી નાખવો છે તેમ કહી હુમલો કર્યો હતો.
ત્યારે ગામના ભાવીનભાઇ તથા રવજી ભાઇ વચ્ચે પડેલ અને વધુ મારથી બચાવેલ હતા. બાદ ભાવીનભાઇની ફોવ્હીલમા ધોરાજી ખાતે સારવાર મા લઇ ગયેલ ત્યાંથી વધુ સારવારની જરૂૂર હોય જેથી વધુ સારવારમા જુનાગઢ સરકારી હો સ્પીટલ ખાતે સારવાર લીધેલ બાદમાં ઉપલેટા સ્વસ્તીક મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ ખાતે સારવાર મા દાખલ કરવામાં આવ્યા હતા.આ બનાવનુ કારણ એ છે કે ભરતભાઈ ના ભત્રીજા ધર્મીન લલીતભાઇ વાછાણી એ ચાર પાંચ દિવસ 5હેલા ધીરાણના રૂૂપીયા માંગેલ હોય જે રૂૂપીયા આપવાની ભરતભાઈએ ના પાડેલ હોય જેનો ખાર રાખી ભત્રીજો ધર્મીન લલીતભાઇ વાછાણી તેના મીત્રો દિવ્યેશ નીતીનભાઇ હાંસલીયા, મૌલીક નિતીનભાઇ હાંસલીયા તથા કેવિન રતીભાઇ હાંસલી યા આમ આ ચારેય એક સંપ કરી કેવિન હાંસલીયાની કાળા કલરની ફોરવ્હીલ જેના નંબર 501 વાળી લઇને હુમલો કર્યો હોય જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.