મોરબીના શકત શનાળામાં બીમાર માતાની પીડા નહીં જોઇ શકતા પુત્રનો આપઘાતનો પ્રયાસ
કાલાવડના કાલ મેઘડા ગામે જનેતા સાથે જમવા મુદ્દે ઝઘડો થતા પુત્રએ વખ ઘોળ્યુ
મોરબીનાં શકત શનાળા ગામે રહેતા આધેડે બીમાર માતાની પીડા જોઇ ન શકતા ઝેરી દવા પી લીધી હતી આધેડને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીનાં શકત શનાળા ગામે રહેતા રઘુભા અનોપસિંહ જાડેજા નામનાં 5ર વર્ષનાં આધેડ પોતાનાં ઘરે હતા ત્યારે સવારનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યા હતા પ્રાથમીક તપાસમા અનોપસિંહ જાડેજાએ બીમાર માતાની પીડા સહન નહી થતા ઝેરી દવા પીધી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા કાલાવડનાં કાલ મેઘડા ગામે રહેતા ઘનશ્યામ હરજીભાઇ ચાવડા નામનાં રપ વર્ષનાં યુવાને બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા માતા સાથે જમવા મુદે ઝઘડો થતા ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.