રતનપરના સુધારા પ્લોટમાં જૂની અદાવતમાં બે યુવક પર ફાયરિંગ
થાનના બે અને રતનપરના ત્રણ શખ્સ સામે ફરિયાદ, એક ઇજાગ્રસ્ત
રતનપરના સુધારા પ્લોટમાં મંગળવારે રાત્રે મોડી પાંચ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી બે યુવક પર ફાયરિંગ કરી છરી વડે હુમલો કર્યો હતો. બનાવમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બંનાવ અંગે ભોગ બનનાર ઈજાગ્રસ્તના પરિવારજન રોનક મહેબુબભાઈ મોવરે પાંચ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
રતનપરના સુધારા પ્લોટ વિસ્તારમાં રહેતા ઈમ્તીયાઝ માલાણી અને રોનક મહેબુબભાઈ મોવર રતનપર ઢાળ પાસે ચા-પાણી, નાસ્તો કરવા ગયા હતા. ત્યાંથી પરત સુધારા પ્લોટ વિસ્તાર તરફ આવી રહ્યાં હતાં ત્યારે પેટ્રોલ પંપ પાસે ચારથી પાંચ શખ્સોએ કારમાં આવી યુવકો સાથે બોલાચાલી કરી હતી અને મામલો બીચકતા છરી વડે મારમારી માથાના તેમજ પગે અને હાથે ઈજાઓ પહોંચાડી ગાલ પર ફાયરીંગ કરી ઢીકા-પાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં ઈમ્તીયાઝ માલાણીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં અગાઉ થયેલી બોલાચાલી તેમજ અંગત અદાવતનો ખાર રાખી થાનમાં રહેતા અને અસામાજીક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સ ફારૃકભાઈ ભટ્ટી અને તેના સાગરીતોએ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનું પણ હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. આ બનાવને પગલે જોરાવરનગર પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ફરિયાદની તજવીજ હાથધરી હતી જ્યારે રતનપરના સુધારા પ્લોટમાં બનાવ સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બનાવ અંગે ભોગ બનનારના પરિવારજને જોરાવરનગર પોલીસ મથકે પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
કોની સામે ફરિયાદ નોંધાઇ
(1) ફારૃક બટુક કવાલ ભટ્ટી, રહે.થાન (2) રીયાઝ ફારૃકભાઈ ભટ્ટી, રહે.થાન (3) ઈરફાન ગફુરભાઈ ભટ્ટી રહે.સુધારા પ્લોટ રતનપર (4) હનીફ ઉર્ફે અનકો ગફુરભાઈ ભટ્ટી રહે.સુધારા પ્લોટ રતનપર (5) રમજાન ગફુરભાઈ ભટ્ટી રહે.સુધારા પ્લોટ રતનપ