રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોટી ટાંકી ચોક અને શાપરમાં બે યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

05:16 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરમાં મોટી ટ્રાફિક ચોકમાં અને સાપર પાટીયા પાસે બે યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો હુમલામાં કમાયેલા બંને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલ નાગેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ અમૃતલાલ નડીયાપરા નામનો 42 વર્ષનો યુવાન રાત્રિના અઢી વાગ્યાના અરસામાં મોટી ટાંકી ચોકમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો.

જ્યારે શાપર પાટીયા પાસે ઝૂંપડામાં રહેતા મુલાભાઈ ફતીયાભાઈ માળી નામના 40 વર્ષના યુવાન સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને યુવકને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અન્ય બનાવવામાં 80 ફુટ રોડ ઉપર આવેલ ખોડીયારનગરમાં રહેતી વિભૂતિબેન જયેશભાઈ સરૈયા નામની 28 વર્ષની પરિણીતાએ ફીનાલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં વિભૂતિ સરૈયાએ જયેશ સરૈયા સાથે મૈત્રી કરાર કર્યા છે અને બંને સાથે રહે છે વિભૂતિ સવૈયાએ ઘરની ચિંતામાં ફીનાલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં બાલાજી હોલ સામે આવેલ વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં રહેતા ચંદુભાઈ તેજાભાઈ મકવાણા નામના 32 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ખાઈ લેતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
attackedcrimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement