ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોઠારિયા સોલવન્ટમાંથી ક્રેટા કારમાં 300 લીટર દેશી દારૂ લઇ નીકળેલા બે ઝડપાયા

05:49 PM Jul 31, 2024 IST | admin
Advertisement

6 હજારનો દારૂ, કાર અને મોબાઇલ મળી રૂા.10.11 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાંથી ક્રેટા કાર દેશી દારૂ લઇ નીકળેલા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ 300 લીટર દેશી દારૂ કાર અને મોબાઇલ મળી કુલ રૂા.10.11 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ હરદેવસિંહ જાડેજા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન સોલવન્ટમાં રહેતો સંજય સુરેશ જીંજરીયા નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં દેશી દારૂ ભરી બહારગામથી લઇને આવતો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ત્યાથી પસાર થતી કારને અટકાવી તલાશી લેતા તેમાંથી દેશી દારૂ લીટર 300 (કિં.6000) મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ કાર અને મોબાઇલ મળી કુલ રૂા.10,11,000નો મુદામાલ કબજે કરી આરોપી સંજય સુરેશભાઇ જીંજરીયા અને કમલેશ હરેશભાઇ મોદીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
alcoholgujaratgujarat newsrajkotrajkot newsrajkotpolice
Advertisement
Next Article
Advertisement