સિક્કામાં ચોરાઉ મોટરકાર સાથે બે વાહન ચોર ઝડપાયા
8 મહિના પહેલાં અમદાવાદમાં હાથ સાફ કર્યો’તો
જામનગર જિલ્લા ના સિક્કા પોલીસ સ્ટેશન ના સ્ટાફે એક ચોરાઉ મોટર કાર સાથે બે શખ્સો ને ઝડપી લીધા હતા. આ મોટર આઠ માસ પહેલા અમદાવાદ માંથી ઉઠાંતરી કરવામાં આવી હતી.સિકકા પો.સ્ટે.ના પ્રો. એ.એસ.પી. અક્ષેશ એન્જીનીયર તથા પો.ઈન્સ. વી. બી ચૌધરી ના માર્ગદર્શન તેમજ સુચના મુજબ સિક્કા પો.સ્ટે.ના માણસો વાહન ચેકીંગ માં હતા. આ દરમ્યાન એક સફેદ કલરની સુઝુકી સ્વીફ્ટ ફોરવ્હીલ કાર જીજે 27 ડીએમ 4118 ને રોકવા મા આવી હતી .અને વાહન ચાલક પાસે વાહન ના આધાર પુરાવા મળી આવેલ ન હોય બાદ પોલિસ દ્વારા પોકેટ કોપ તથા એમ.પરીવહન એપ તથા ટેકનીકલ સોર્સ થી તપાસ કરતા આ મોટર કાર અમદાવાદ જીલ્લા ના રામોલ પો.સ્ટે.વિસ્તાર માંથી ચોરી થયા નું જણાયું હતું.
જેથી પોલીસે રૂૂ. 4,00,000 કાર કબ્જે કરેલ છે. અને છેલ્લા આઠ માસ થી અનડીટેકટ ગુન્હો નો મુદ્દામાલ શોધી કાઢેલ છે.પોલીસ દ્વારા બે આરોપીઓ શેજાદ લતીફભાઇ ઇયલ ( રહે. ઘાચી ની ખીડકી વેવારીયા મદ્રાસા પાસે જામનગર) અને ફેજલ હશનભાઇ આરબ (રહે. કાલાવડ નાકે રંગુનવારા હોસ્પીટલની બાજુમા જામનગર) ની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.