રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલમાં નિદ્રાધીન યુવાન ઉપર બે અજાણ્યા શખ્સો છરી વડે તૂટી પડ્યા

11:53 AM Jul 11, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગોંડલમાં આવેલી સરકારી હોસ્પિટલ પાસે રહેતો યુવાન પોતાના ઘરે સૂતો હતો ત્યારે મધરાત્રે બે શખ્સોએ નિંદ્રાધીન યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલી સરકારી હોસ્પિટલ પાસે રહેતા અજય જેન્તીભાઈ સોલંકી નામનો 35 વર્ષનો યુવાન રાત્રિના પોતાના ઘરે સૂતો હતો ત્યારે એકાદ વાગ્યાના અરસામાં બે અજાણ્યા શખ્સો છરી સાથે ધસી આવ્યા હતા. અને નિંદ્રાધીન અજય સોલંકી ઉપર છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ગોંડલ પોલીસે હુમલાખોર અજાણ્યા બે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags :
crimegondolgondol newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement