ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બટેટા અને ચોખાની આડમાં 35.42 લાખનો દારૂ ભરેલા બે ટ્રક ઝડપાયા

03:57 PM Feb 24, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક પોસ્ટ પાસે એલસીબી ઝોન-1નો દરોડો: 5784 બોટલ દારૂ, બે ટ્રક, પાઇલોટિંગ કરતી કાર સહિત 65.37 લાખનો મુદ્દામાલ કબજે

Advertisement

પોરબંદર અને ભાણવડના ચાર શખ્સો ઝબ્બે: રાજસ્થાનથી દારૂ ભરી પોરબંદર તરફ જતો હોવાનું ખુલ્યું

રાજયમાં દારૂ બંધી હોવા છતા જાણે દારૂની રેલમ છેલ થતી હોય તેમ અવાર નવાર દારૂના મોટા જથ્થા પકડાઇ રહ્યા છે. ત્યારે રાજકોટ એલસીબી ઝોન-1ને મળેલી ચોકસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રાજકોટ -અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક પોસ્ટ પાસેથી બટેટા અને ચોખાની આડમાં રૂા.35.42 લાખનો દારૂ ભરેલા બે ટ્રક ઝડપી લીધા હતા પોલીસે બંને ટ્રક ચાલક અને ટ્રકનુ પાઇલોટીંગ કરતી કારમાં સવાર બે શખ્સો સહિત પોરબંદર અને ભાણવડના ચાર બુટલેગરોને ઝડપી લઇ દારૂ અને ત્રણ વાહનો મળી કુલ રૂા.64.37 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી પોરબંદર લઇ જતા હોવાનુ ખુલવા પામ્યુ છે. જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઇ બી.વી.ચુડાસમા, હેડકોન્સ્ટેબરલ હિતેશ પરમાર, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, રવીરાજ પટગીર, સત્યજીતસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પટ્રોલિંગમાં હોત દરમિયાન રાજકોટ અમદાવાદ હાઇવે પર અમદાવાદથી તરફથી દારૂ ભરેલા બે ટ્રક આવતા હોવાનુ અને આ બંને ટ્રકનુ કિયા કાર દ્વારા પાઇલોટિંગ કરવામા આવતુ હોવાની ચોકસ બાતમી મળી હતી અને આ બંન્ને ટ્રક વાંકાનેર બાઉન્રી પસાઇ થઇ ગયા હોવાનુ જાણવા મળ્તા પોલીસે બામણબોર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી બંને ટ્રક અને પાઇલોટીંગ કરતી કારને ઝડપી લઇ તલાસી લેતા બંન્ને ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલો હોવાનુ જાણવા મળ્યુ હોત. જેથી પોલીસે બંને ટ્રક અને કિયા કારમા સવાર ચારેય શખ્સોને પકડી પાડી વાહનોને એરપોર્ટ પોલીસ મથંકકે લઇ જવામાં આવ્યા હતા.જયા પોલીસ દ્વારા પ્રથમ ટ્રકની તલાસી લેતા તેમા બટેટાની બોરીઓની આડમાં છુપાવેલી દારૂની 2568 બોટલ (કીમત રૂા.15,12,528)મળી આવી હતી. જયારે બીજા ટ્રકની તલાસી લેત તેમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલો દારૂાની 3216 બોટલ (કીમત રૂા..20,29,968) મળી આવતા પોલીસે બંન્ને ટ્રકમાંથી મળી કુલ રૂા.35,42,496ની કીમતનો 5784 બોટલ દારૂનો જથ્થો કબજે કરી ટ્રક ચાલક દાસા સુખાભાઇ કોડીયાતર (રે.બાવળવાવ ગામ તાલુકો પોરબંદર), ભીખુ રૂપસંગભાઇ સોલંકી (રે.રાણપર ગામ તાલુકો ભાણવડ) અને કીયા કારમાં દારૂનુ પાઇલોટીંગ કરનાર ધેલુ જગાભાઇ કોડીયાતર (રે.રાણપર તાલુકો ભાણવડ) અને સુરા ભાયાભાઇ મોરી (રે.નાગકા ગામ તાલુકો પોરબંદર)ને ઝડપી લઇ ચારેય શખ્સો વિરૂદ્ધ પ્રોહિબેશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ પુછપરછમાં ઝડપાયેલા ચારેય બુટલેગરો દ્વારા આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને લાવતા હોવાનુ અને પોરબંદર તરફ લઇ જવાતો હોવાનું ખુલ્વા પામ્યુ છે. જેથી પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને દારૂ મંગાવનાર શખ્સો અંગે વધુ પુછપરછ હાથ ધરી છે.

હાઇવે પર ટ્રાફિક અટકાવી દારૂ ભરેલા બંન્ને ટ્રક ઝડપી લીધા
એલસીબી ઝોન-1ને રાજકોટ-અમદાવાદ હઇવે પરથી દારૂ ભરેલા બે ટ્રક આવી રહ્યાની બાતમી મળી હતી જેથી પોલીસે બામણબોર ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવાયા બાદ બંન્ને ટ્રક અને પાઇલોટીંગ કરતી કાર આવતી હોવાનુ જણાય આવતા પોલીસે બુટલેગરો નાશી છુટે નહી તે માટે હાઇવે પર વાહનો અટકાવી ટ્રાફિક જામ કરી દીધો હતો જેથી બંન્ને અને કાર ટ્રાફિકમાં રોકાઇ ગયા હતા. બાદમાં પોલીસે દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

Tags :
crimegujaratgujarat newsliquorrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement