For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આરોપીને આશરો આપ્યા બાદ જેલમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ પાસેથી બે સિમકાર્ડ મળ્યા

01:39 PM Dec 13, 2025 IST | Bhumika
આરોપીને આશરો આપ્યા બાદ જેલમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ પાસેથી બે સિમકાર્ડ મળ્યા

જિલ્લા જેલમાં રહેલા સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પાસેથી બે સિકાર્ડ મળી આવ્યા છે.જેલના મહિલા અધિકારીએ ગઈકાલે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતુ.ત્યારે ચેકીંગ દરમ્યાન સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલના થેલા માંથી સીમકાર્ડ મળ્યા હતા. આ મામલે ભરતનગર પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલને આરોપીને મદદગારી બદલ સસ્પેન્ડ કરાયા હતા.આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે એટ્રોસિટીના ગુન્હાના પાર્થ નામના આરોપીને આશરો આપ્યો હતો.

Advertisement

આ અંગે મળતી માહિતી પ્રમાણે , ભાવનગર જિલ્લા જેલમાં શુક્રવારે સવારે મહિલા જેલ અધિકારીએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન જેલમાં જ રહેતી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાની બેગ તપાસવામાં આવી તો તેમાંથી બે મોબાઈલ સિમકાર્ડ મળી આવ્યા હતા. નૈના બારૈયા ભરતનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. એટ્રોસિટી કેસના આરોપી પાર્થને પોતાના ઘરે આશરો આપીને મદદ કરવાના આરોપસર તેમને સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેઓ ભાવનગર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.જેલમાં બંધ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ પાસેથી સિમકાર્ડ મળી આવતાં જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ સિમકાર્ડનો ઉપયોગ જેલની અંદર કે બહારના આરોપીઓ સાથે સંપર્ક માટે કરવામાં આવતો હોવાની આશંકા છે.

જેલ અધિકારીઓએ તુરંત જ આ બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સિમકાર્ડ કયા નંબરના છે, કોના નામે છે અને તેનો ઉપયોગ કયા હેતુથી થતો હતો તેની તપાસ શરૂૂ કરી દીધી છે.આ ઘટનાએ જેલની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉભા કર્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement