રીબડામાં પેટ્રોલપંપ ઉપર ભડાકા કરનાર બે શાર્પ શૂટર ઝડપાયા
રૂરલ પોલીસે ઉત્તર પ્રદેશથી બન્ને શખ્સોને ઝડપી લીધા, વોન્ટેડ આરોપી હાર્દિકસિંહ જાડેજાએ જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું ખૂલ્યું
અઠવાડિયા પહેલા બંને શાર્પ શૂટરોએ હાર્દિકસિંહની સાથે પેટ્રોલપંપની રેકી કર્યા બાદ કાવત્રાને અંજામ આપ્યો
રીબડામા અનિરૂધ્ધસિંહ જાડેજાનાં ભત્રીજાનાં પેટ્રોલ પંપ પર થયેલા ફાયરીંગ મામલે બે શાર્પ શુટરોની ઉતરપ્રદેશથી પોલીસે ધરપકડ કરી છે. ચકચારી ફાયરીંગ મામલે રાજકોટ ગ્રામ્ય એલસીબી અને ગોંડલ તાલુકા પોલીસ સહીત અલગ અલગ 10 થી વધુ ટીમો કામે લાગી હતી. આ બંને શાર્પ શુટરોને પકડવામા અંતે પોલીસને સફળતા મળી છે. પકડાયેલા બંને શાર્પ શુટરોએ હાર્દિકસિંહ સાથે મળી સપ્તાહ પુર્વે પેટ્રોલ પંપની રેકી કર્યા બાદ ફાયરીંગનાં ગુનાને અંજામ આપ્યો હતો આ સમગ્ર મામલે તેનાં અન્ય બે સાગ્રીતોને પણ ઉઠાવી લેવાયા છે. રાજકોટ જીલ્લા પોલીસ વડા દ્વારા બપોરે પત્રકાર પરીષદમા સતાવાર માહીતી જાહેર કરાશે.
24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સે ફાયરિંગ કરતાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી જોકે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી હાર્દિક સિંહ જાડેજાએ કબૂલ્યું હતું કે, તેણે જ ફાયરિંગ કર્યું છે. જેથી પોલીસે LCB, SOG બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરી હતી.
રાજકોટ રૂૂરલ કઈઇ ની ટીમે ફાયરિંગ કરનારા બે વ્યક્તિને ઉત્તરપ્રદેશથી ઝડપી લીધા છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપી છે. બંને શખ્સોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સ બસ અને ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા.
શાર્પ શુટરોના અન્ય બે સાગ્રીતો પણ સકંજામાં
રીબડા ગામે આવેલા અનિરૂધ્ધસિંહ જાડેજાનાં ભત્રીજાનાં પેટ્રોલ પંપ પર જુની માથાકુટમા હાર્દિકસિંહ જાડેજાનાં કહેવાથી કરાયેલા ફાયરીંગ મામલે આ મુદો ભારે ચર્ચાનો વિષય બન્યો હતો . ફાયરીંગ કરનાર શાર્પ શુટરોને પકડવા છેલ્લા એક સપ્તાહથી રાજકોટ ગ્રામ્ય એલસીબી , એસઓજી અને ગોંડલ તાલુકા પોલીસની ચાર ટીમો કામે લાગી હોય જેમા ઉતરપ્રદેશી ફાયરીંગ કરનાર બે શાર્પ શુટરોને સકંજામા લીધા છે. ત્યારે તેની સાથે આ બંને શાર્પ શુટરોનાં નજીકનાં સાગ્રીતો પણ પોલીસનાં હાથમા આવી જતા કુલ 4 આરોપીઓને લઇ ગ્રામ્ય પોલીસ રાજકોટ આવવા રવાના થઇ છે.