જૂના જાગનાથમાં ઘર પાસે પાણી નીકળવા મામલે બે સગાભાઇ પર હુમલો
યાજ્ઞિક રોડ પર જુના જાગનાથ પ્લોટમાં પાડોશીને ઘરમાંથી પાણી નીકળવામાં બે સગાભાઈ પર પાડોશી શખ્સે પાઇપ વડે હુમલો કરી હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી વિગતો એવી છે કે, જુના જાગનાથ પ્લોટ શેરી નંબર 5 માં રહેતા રાજાભાઇ મનહરભાઈ ચૌહાણ(ઉ.વ.48)એ તેમના પાડોશી બહાદુરભાઇ ઘુષાભાઈ સિંધવનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.રાજાભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,અમારે અમારી પડોશમા રહેતા બહાદુરભાઈ સીંધવ સાથે ઘણા સમયથી નાની મોટી બાબતે માથાકૂટ અને બોલચાલી થતી હોય છે અને ગઇ તા.02/08ના સાંજના ચાર વાગ્યાની આસપાસ આ બહાદુરભાઇના ઘરમાંથી પાણી બહાર શેરીમા નીકળતુ હોય અને અમારા ઘર બાજુ આવતુ હોય જેથી આ અંગે હું અને મારો ભાઇ પ્રતિક અમે બંને બહાદુરભાઇના ઘર પાસે ઉભેલ ફાયર બ્રિગેડના માણસોને પૂછવા ગયેલ કે આ પાણી કેમ નીકળે છે ? તેટલી વારમા આ બહાદુરભાઇ આવી ગયેલ અને કહેવા લાગેલ કે તારૂૂ દરરોજનુ થયુ અહીંયા જ ઉભો રહેજે તેમ કહીને બહાદુરભા ઇ પોતાના ઘરમા જઈને પાઇપ કાઢી આવ્યો હતો.
ત્યારબાદ ભાઈ પ્રતીકભાઈ અને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા અને પોતાની પાસે રહેલ લોખંડનો પાઇપ મને ડાબા હાથમા મારી દીધેલ અને મને કહેવા લાગેલ કે આજ તો તને જાનથી મારી નાખવો છે બાદમા આસપાસ લોકોનુ ટોળુ થઇ જતા છુટા પાડેલ બાદમા મને હાથમા દુખાવો ઉપડતા હું રીક્ષામા બેસીને સીવીલમા સારવારમા ગયો હતો.આમ આરોપી બહાદુરે હાથના ભાગે ફેકચર જેવી ઇજા કરી અમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય જેથી ફરીયાદ નોંધાવી હતી.