રાજકોટના બે વેપારીએ 1.72 કરોડનો જીરાનો જથ્થો મંગાવી પૈસા ન આપી છેતરપિંડી આચરી
50 લાખ બેંક મારફતે ચૂકવ્યા હોવાની બોગસ પાવતી બનાવી મોબાઇલ મારફતે મોકલી દીધી
ઉંઝાના જીરાના વેપારીએ બંન્ને સામે ફરિયાદ નોંધાવી
મહેસાણાના ઊંઝા ગંજબજારમાં જીરૂૂ, વરિયાળીનો વેપાર કરતા વેપારી પાસેથી રાજકોટના બે વેપારીઓએ જીરાનો માલની ખરીદી કરી હતી. વેપારીને વિશ્વાસમાં લઈ રૂૂપિયા 1.72 કરોડની કાયદેસરની વેપારની લેવાની રકમ ડુબાડી તેમજ રૂૂપિયા 50,00,000 ની બેંક મારફતે ચૂકવ્યા હોવાની ખોટી બનાવટી પાવતી બનાવી મોબાઈલ મારફતે મોકલી સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરી હતી. એકબીજાની મદદગારી કરતા વેપારીએ બે જણા સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,ઊંઝા શહેરમાં આવેલા ગોલ્ડન ચોકડી ધનજીનગર ખાતે રહેતા અનિલકુમાર કુંદનલાલ સિંગલ ઊંઝા ગંજબજારમાં લક્ષ્મીનારાયણ અનિલકુમાર નામની પેઢી ધરાવે છે. જેઓ જીરાનો વેપાર કરે છે. સને 2023 માં રાજકોટ રાધે એગ્રો ટ્રેડિંગના પ્રોપ્રાઈટર અરવિંદભાઈ અને સોમનાથ કંપનીના હેમંતલાલના પરિચયમાં આવ્યા હતા. જેઓએ જીરાની ખરીદી કરી વેપારીને વિશ્વાસમાં લીધા હતા બાદમાં પેમેન્ટ આપવાની વાત આવતા બહાના બતાવ્યા હતા. તેમજ ખોટા ખોટા વાયદા કરી ફોન બંધ કરી દીધા હતો. જે બાદ આજ દિન સુધી નાણાં ચૂકવાયા નથી.
જેને લઈ અનિલકુમારએ વિશ્વાસમાં લઈ જીરાનીખરીદી કરી રૂૂપિયા 1,72,34,914 ના કાયદેસરના લેવાની વેપારની રકમ ડુબાડી તેમજ રૂૂપિયા 50,00,000 બેંક મારફતે ચૂકવ્યા વિના ખોટી પાવતી બનાવી મોબાઈલ પર સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.આ બનાવ સંદર્ભે અનિલકુમારે ઊંઝા પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ માલદેવભાઈ ઘોડાદરા (રહે, રાજકોટ,વી 204 દેવલોક હેરિજોન રવિયા પાસે, લવ ટેમ્પલની પાછળ તા.જી રાજકોટ) અને હેમંતલાલ મોહનલાલ દાવડા (રહે.રાજકોટ) સામે ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.