For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસદણના ગેસ્ટહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના બે પંટરો ઝડપાયા

02:27 PM Feb 20, 2025 IST | Bhumika
જસદણના ગેસ્ટહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના બે પંટરો ઝડપાયા

Advertisement

જસદણના આટકોટ રોડ પર આદીત્ય ગેસ્ટ હાઉસમા પોલીસે દરોડો પાડી ગેસ્ટ હાઉસમા રૂમ ભાડે રાખી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા રાજકોટના બે સટોડીયાઓને ઝડપી લીધા હતા જેની પુછપરછમા મહારાષ્ટ્રના પુનાના બુકીનુ નામ ખુલ્યુ છે. પોલીસે 3 મોબાઇલ કબજે કર્યા હોય જેમાથી અનેક સટોડીયાના નામ ખુલે તેવી શકયતા છે.
મળતી વિગતો મુજબ જસદણના આટકોટ રોડ પર આવેલા આદિત્ય ગેસ્ટ હાઉસમા ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો ગેસ્ટ હાઉસમા રૂમ ભાડે રાખી વુમન પ્રિમીયર લીગની મેચ પર સટ્ટો રમાડતા અને રમતા રાજકોટના ગાંધીગ્રામ લાભદીપ સોસાયટીમા રહેતા મુળ મહારાષ્ટ્રના પુનાના નામચીન ગુલાબદાસ કરસનદાસ ગોંડલીયા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ પર તનીષ્ક રેસીડન્સીમા રહેતા જમીન મકાનના દલાલ ધર્મેન્દ્ર મુલચંદ જેઠાણીની ધરપકડ કરી હતી.

આ બંને પાસેથી રોકડ અને 3 મોબાઇલ સહીત 1પ હજારનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો બંનેની પુછપરછમા નામચીન ગુલાબદાસ ગોંડલીયા અને ધર્મેન્દ્ર જેઠાણી રૂમ ભાડે રાખી સટ્ટો રમતા હતા અને રમાડતા પણ હતા અને આ અંગેની કપાત આઇડી આપનાર પુનાના યાજ્ઞીક લાખાણી પાસે કરાવતા હોવાનુ જણાવ્યુ હતુ.

Advertisement

જસદણ પોલીસે ગુલાબદાસ ગોંડલીયા અને ધર્મેન્દ્ર જેઠાણીની ધરપકડ કરી યાજ્ઞીક લાખાણીનુ નામ ખોલી નાખ્યુ છે. આ બંને સટોડીયા પાસેથી કબજે કરી 3 મોબાઇલમા અનેક નાના પંટરોના નંબર મળી આવ્યા હોય જેના આધારે પોલીસે વિશેષ પુછપરછ શરુ કરી છે અને આ મામલે હજુ વધુ પણ ધરપકડ માટે તજવીજ હાથ ધરાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement