દસાડા પાસેથી પાપડના બોક્સની આડમાં દારૂની 5628 બોટલ સાથે બે રાજસ્થાની ઝડપાયા
દસાડા હાઈવે પરથી પાપડના બોક્ષની આડમાં લઇ જવાતી વિદેશી દારૂૂની 5628 બોટલો સાથે ગાડી ઝડપાઈ હતી. બે આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યાં હતા. દસાડા પોલીસે વિદેશી દારૂૂની 5628 બોટલ, પાપડના 118 બોક્સ, બે મોબાઈલ અને ગાડી મળી કુલ રૂૂ. 27.05 લાખનો મુદામાલ ઝબ્બે કરી કુલ ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ એન.એ.ડાભી સહિતના પોલીસ સ્ટાફે દસાડા જૈનાબાદ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી રસ્તામાં આડશ મૂકી શંકાસ્પદ હાલતમાં નીકળેલી ગાડીને આંતરીને ગાડીમાંથી અશોકકુમાર શંકરલાલ સોઢા અને તીલોકચંદ પેમારામ બાંબુ ( રહે બંને ગામ આઉ, જિલ્લો-જોધપુર (રાજસ્થાન)ને ઝબ્બે કરીને ગાડીની સઘન તલાશી લીધી હતી. જેમાં આ ગાડીમાં પાપડના બોક્ષની આડમાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસેડાતો ગેરકાયદે વિદેશી દારૂૂનો જથ્થો જેમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલો નંગ- 5628 કિંમત રૂૂ. 15,77,532, પાપડના બોક્સ નંગ- 118 કિંમત રૂૂ. 1,18,000, ગાડીની કિંમત રૂૂ. 10,00,000 અને મોબાઈલ નંગ-2 કિંમત રૂૂ. 10,000 મળી કુલ રૂૂ. 27,05,532નો મુદામાલ ઝબ્બે કરી આ માલ ભરી આપનારા સુભાષ બિશ્નોઈ ( રહે-લોહાવટ, જી. ફલોદી, રાજસ્થાન ) અને માલ મંગાવનારા ગાંધીધામના ભરતભાઈ ખોડુભા ગઢવી અને ગાડી સાથે પકડાયેલા અશોકકુમાર શંકરલાલ સોઢા અને તીલોકચંદ પેમારામ બાંબુ ( રહે બંને ગામ આઉ, જિલ્લો-જોધપુર (રાજસ્થાન) વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એન.એ.ડાભી, હમીરભાઇ સોલંકી, વિજયસિંહ નકુમ, ભરતભાઈ મેમકીયા, મહિપતસિંહ મકવાણા અને વિપુલકુમાર માલવિયા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે.