For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના ઘુટું ગામેથી દારૂ-બિયરના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સ ઝડપાયા

11:33 AM Aug 12, 2024 IST | Bhumika
મોરબીના ઘુટું ગામેથી દારૂ બિયરના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સ ઝડપાયા
Advertisement

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામેથી ઈંગ્લીશ દારૂૂ/બીયરના જથ્થા સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી જિલ્લામાં દારૂૂનું વેચાણ જાણે આમ બની ગયું હોય તેમ જેને મજા આવે તે કરવા લાગ્યા છે બુટલેગરોને પોલીસનો જરા પણ ડર સતાવી રહ્યો નથી મોરબી જિલ્લામાં દારૂૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે ઇગ્લીશ દારૂૂ પડેલ છે અને બે ઇસમો ઇંગ્લીશ દારૂૂ વેચાણ કરવા સારૂૂ પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલામાં ઈગ્લીશ દારૂૂ ભરે છે જે મળેલ ખાનગી બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા બે ઇસમો ઇંગ્લીશ દારૂૂની બોટલો/બિયર સગેવગે કરતા જોવામાં આવતા બે ઇસમો હેમસિંગ નંદાસિંગ રાવત ઉવ-25 રહે. બલાચ ખનીયાજ મહોલ્લા, તા.બદનોર થાના-બદનોર જી.બ્યાવર ( રાજસ્થાન ) તથા ચંદ્રસિંગ ડવસિંગ રાવત ઉવ-24 રહે. ખેડલા તા.બદનોર થાના-બદનોર જી.બ્યાવર રાજસ્થાનવાળાને પકડી જગ્યાએથી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1784 કિ.રૂૂ.7,50,660/- તથા બીયરના ટીન નંગ- 118 કીરૂૂ 11,800/- તથા મોટર સાયકલ નંગ-04 કી.રૂૂ. 95000/- તથા મોબાઇલ નંગ-02 કીરૂૂ 8000/- મળી કુલ કિ.રૂૂ. 8,65,460/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમો વિરૂૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement