For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ રોડ પરથી ચાર ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સ ઝડપાયા

04:52 PM Sep 28, 2024 IST | Bhumika
ગોંડલ રોડ પરથી ચાર ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સ ઝડપાયા
Advertisement

શહેરમા થતા મિલ્કત સંબધિત ગુનાઓમાં ડિટેક્શન માટે માલવીયા નગર પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ગોંડલ રોડ પર ચાર ચોરાઉ મોબાઇલ લઇ જતા બે શખ્સોની અટકાયત કરી પોલીસે ચારેય મોબાઇલ કબજે ર્ક્યા હતા. બનાવની મળતી વિગતો મુજબ, માલવીયા નગર પોલીસ મથકના પી.આઇ. જે.આર.દેસાઇની રાહબરીમાં પી.એસ.આઇ. જે.એમ.ચાવડા, એ.એસ.આઇ. હિરેનભાઇ પરમાર, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી અને સ્ટાફે ગોંડલ રોડ પરથી મવડી રોડ વિશ્ર્વનગર શેરી નં.4માં રહેતા વિશાલ મહેશ રાઠોડ અને ભગવતીપરા નદીના પટમાં રહેતા અનિલ પ્રવિણ રાઠોડને ઝડપી તેની ઝડતી લેતા તેમની પાસેથી ચાર મોબાઇલ મળી આવ્યા હતા.

આ મોબાઇલના કાગળો અંગે તપાસ કરતા તેમની પાસે કોઇ આધાર પૂરવા મળી આવ્યા નહોતા. જેથી પોલીસે બન્નેની અટકાયત કરી 33 હાજરના ચાર મોબાઇલ જપ્ત ર્ક્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement