રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મીઠાપુરમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સની ધરપકડ

11:35 AM Aug 17, 2024 IST | admin
Advertisement

મીઠાપુરમાં જાહેર રોડ પરથી બાઈક સવાર બેલડીને રૂા. 1200ની કિંમતના 60 લીટર દેશી દારૂ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.

Advertisement

પોલીસ મહાનિરિક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ દ્વારા પ્રોહી જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરવામાં આવલેલ હોય દેવભુમિ દ્વારકા જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા તથા કડક કાર્યાહી કરવા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય દ્વારા પ્રોહી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા વિભાગના માર્ગદર્શન તથા સુચના કરેલ હોય મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી. રાજવી દ્વારા પો.સ્ટે. સ્ટાફના માણસોને ઈંગ્લીશ દારૂના ગણનાપાત્ર કેશ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે દરમિયાન મળેલ હકિકત આધારે ટાટા કંપની પાછલ જાહેર રોડ પરથી બાઈકમાં પ્લાસ્ટીકના બાચકામાં દેશી દારૂ લી. 60 કિંમત રૂા. 1200ની હેરાફેરી કરતા ડોસાભા રણધિરભા માણેહર (રહે. મેવાસા ગામ તા. દ્વારકા) અને નટુભાઈ લાખાભાઈ ગીગલા (રહે. નરસંગ ટેકરી, દ્વારકા તા. દ્વારકા)ને ઝડપી લીધા હતાં.

Tags :
alcoholgujaratgujarat newsMithapurmithapurnews
Advertisement
Next Article
Advertisement