રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આટકોટના શિક્ષણધામમાં છાત્રા પર ટ્રસ્ટી સહિતના બે શખ્સોનું દુષ્કર્મ

12:20 PM Jul 25, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કલરકામના કોન્ટ્રાક્ટરે વિદ્યાર્થિની સાથે બળજબરી આચરી, ટ્રસ્ટીને ફરિયાદ કરતા તેની પણ દાઢ ડળકી: જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થતાં અંતે પોલીસમાં નોંધાતો ગુનો, ભાજપના આગેવાનોની સંડોવણીથી ભારે ખળભળાટ

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્ટુકેશન ટ્રસ્ટ સંચાલીત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી શિક્ષણીક ધામમાં જ દુષ્કર્મ આચર્યા બાદ ટ્રસ્ટીને જાણ થતાં આવા કૃત્ય અટકાવવાના બદલે વિદ્યાર્થીની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાનો સામે ગુનો નોંધતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં ગઈકાલે જ છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવતી આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના આટકોટ નજીક આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીએ 5 વર્ષ પહેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં એડમીશન લીધુ હતું અને ત્યારથી ક્ધયા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. એડમીશન લીધા બાદ વિદ્યાર્થીનીને 2021માં ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય હોય આરોપી દ્વારા ટોચરીંગ શરૂ કરી અવાર નવાર છેડતી કરવામાં આવતી હતી અને સ્કૂલ તથા છાત્રાલયને બદનામ કરી દઈશ અને પરિવારને જિવતા નહીં રહેવાદઉ તેવી ધમકી આપી વિદ્યાર્થીનીને ફસાવી હતી.

જૂલાઈ 2023માં આરોપી મધુભાઈ ટાઢાણીએ ક્ધયાછાત્રાલયનો કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને કલરકામ કરવાના બહાને અવાર નવાર વિદ્યાર્થીનીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધતો હતો જ્યારે ટ્રસ્ટી પરેશ રાદડિયા પણ અવાર નવાર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતો હતો. અને જો કોઈને કઈશ તો આખા પરિવારને જીવતા નહીં રહેવાદઉ તેવી ધમકી આપી હતી. આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે કાર્યવાહી કરવાના બદલે તેની પણ દાઢ ડળકી હતી અને તેને પણ વિદ્યાર્થીનીને સિકાર બનાવી હતી.

છેલ્લા એક વર્ષથી ભાજપના બે આગેવાનોની સિકાર બનેલી વિદ્યાર્થીની પર અવાર નવાર બન્ને શખ્સો દુષ્કર્મ આચરતા હતા એટલું જ નહીં પરંતુ છેડતી પણ કરી ધમકી આપતા હતાં. મુંગામોઢે સહન કરતી વિદ્યાર્થીની એકદમ ડરી ગઈ હતી અને પરિવારજનોને આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડાને અરજી કરી રૂબરૂ રજૂઆત કરી હતી.

ચકચારી આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત થતાં અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. રાઠોડને સોંપવામાં આવી છે.

પીડિતાને રેક્ટર બનાવી રિપોર્ટના બહાને બોલાવતા’ તા
આટકોટની ક્ધયા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર ટ્રસ્ટી સહિત ભાજપના બે અગ્રણીઓએ અનેક વખત દુષ્કર્મ આચર્યાની ઘટના બહાર આવી છે. પોલીસની તપાસમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીની પર હેવાનીયતતા આચરતા ભાજપના બન્ને આગેવાનોએ વિદ્યાર્થીનીને પોતાના અંકુશમાં રાખવા રેક્ટર બનાવી તેને અલગ ઓફિસ ફાળવી હતી અને અવાર નવાર મળવાના બહાને અને રિપોર્ટના બહાને એકામાંતમાં બોલાવી તેની સાથે સારીરીક છેડછાડ અને શરીર સબંધ બાંધતા હોવાનું જણાવ્યું છે.

પ્રકરણ દબાવવા અનેક મોટાં માથાઓનો પ્રયાસ
આટકોટના ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીની સાથે ભાજપના જ બે આગેવાનો દુષ્કર્મ આચરતા હોવાની ફરિયાદ ઉઠતા ભાજપના જ મોટા માથાઓએ આ પ્રકરણ દબાવવા સામ-દામ, દંડ-ભેદની નીતિ અપનાવી પીડીત પરિવારને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા અંતે ગુનો નોંધાયો છે. જાણવા મળ્યા પ્રમાણે આરોપી ટ્રસ્ટી પરેશ રાદડિયાના પત્ની પણ જિલ્લા પંચાયતના સભ્ય હોવાનું જાણવા મળ્યું છે.

ક્ધયા છાત્રાલયના વૃદ્ધ ટ્રસ્ટીએ પણ ઝેરી દવા પીધી
ક્ધયા છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર સારીરિક શોષણ થતું હોવાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થયા બાદ સંસ્થામાં વર્ચસ્વની લડાઈના કારણે 72 વર્ષના સંચાલક અરજણભાઈ રામાણીએ ગઈકાલે જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેઓ સારવાર હેઠળ છે. આ ગુનામાં તેમનો શું રોલ છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
Atkotcrimeeducation centergujaratgujarat newsmolestedrajkotrajkot newsraped
Advertisement
Next Article
Advertisement