ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીના લાલપર નજીકથી 4.24 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા : ચારના નામ ખુલ્યા

12:07 PM Sep 05, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

મોરબી નજીકના લાલપર ગામ પાસેથી પસાર થતી બોલેરો ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દેશી દારૂૂનો જથ્થો મળી આવતા 4.24 લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલમાં બે આરોપીની ધરપકડ કરી છે અને ચાર શખ્સોના નામ ખુલ્યા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂૂ કરવામાં આવી છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે આઈકર ભવન સામેથી બોલેરો ગાડી નંબર જીજે 13 એએકસ 2974પસાર થઈ રહી હતી. ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી તે ગાડીમાં બે શખ્સો બેઠેલા હતા અને આ ગાડીમાંથી 1000 લીટર દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 20 હજાર રૂૂપિયાની કિંમતનો દારૂૂનો જથ્થો તથા ચાર લાખ રૂૂપિયાની કિંમતની ગાડી અન્ય મુદામાલ મળીને કુલ 4.24 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.

હાલમાં આરોપી અનિલભાઈ કડવાભાઈ ચૌહાણ (26) રહે ચિરોડા ચોટીલા અને કાળુભાઈ મગનભાઈ સરવૈયા (20) રહે મોટી મોલડી ચોટીલા વાળા ની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓની પ્રાથમિક પૂછપરછ માં ફરીદા જયંતિ ચૌહાણ રહે. ચીરોડા શાહરૂૂખ પઠાણ મોરબી, મનસુખ ઉર્ફે મયો મોરબી અને અનવર ઉર્ફે દડી મોરબી વાળાના નામ સામે આવ્યા હોય છ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂૂ કરવામાં આવી છે.બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વનરાજભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ઘુટું ગામે આવેલ જનકપુરી ની પાછળના ભાગમાં બાવળની જાળીમાં દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂૂની 51 બોટલો મળી આવી હતી અને 34 બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 28600 ની કિંમત નો દારૂૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ કારૂૂભાઈ હેણ જાતે રબારી (22) રહે જનકપુરી સોસાયટી ઘુંટુ તાલુકો મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsliquormorbi
Advertisement
Advertisement