પી.આઈ ઉપર હુમલો કરનાર નામચીન સહિત બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે ધકેલાયા
રાજકોટમાં ગુનાખોરી અને ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પી.આઈ ઉપર હુમલો કરનાર અને મારામારીમાં સંડોવાયેલ નામચીન શખ્સને પાસા હેઠળ સુરત અને મહેસાણા જેલ હવાલે કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર વિસ્તારમાં મારામારી તેમજ શરીર સંબંધી બનાવના ગુન્હાઓ બનતા અટકે તેમજ લોકોની જાનમાલનુ રક્ષણ થાય તેવા આશય ઇ.ગુજકોપ મારફતે ગુનાહિત ઇતિહાસ ચકાસણી કરી નામચીન ગુનેગારો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી આવા શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવાની કાર્યવાહી કરવામાં આવે છે.ત્યારે શિવશકિત કોલોની બ્લોકનં.111 સામે ઉમીયાજીકુપા મકાનમાં રહેતા ઉમંગ ઉર્ફે લાલો ગોવિંદભાઇ ભુત (ઉ.વ.32) સામે મારામારીના પાંચ ગુના નોંધાયા હોય તેની સામે પાસાની દરખાસ્ત કરતા તેની સામે પોલીસ કમિશ્નર દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરતા યુનિવર્સીટી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ઉમંગની પાસાતળે અટકાયત કરી તેને સુરત લાજપોર જેલ ખાતે મોકલી આપેલ હતો.
જયારે પીઆઈ પર હુમલો કરનાર શખ્સ પાસાના પીંજરે પુરાયો હતો. પીઆઈ પર હુમલા ઉપરાંત મારામારી, દારૂૂ, છેડતી સહિત 20 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા નામચીન નવા થોરાળા મેઇન રોડ ગોકુલપરામાં રહેતા શામજી ઉર્ફે શામો મકાભાઈ મકવાણા (ઉ.વ. 59) ની થોરાળા પોલીસે પાસા તળે અટકાયત કરી મહેસાણા જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.