જામનગરમાં રિક્ષામાંથી 180 બાટલી દારૂ મળી આવતાં બે શખ્સોની અટકાયત
જામનગરના મીંગકોલોની વિસ્તારમાં બે શખ્સો રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે રિક્ષાને આંતરી તલસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂૂની નાની-મોટી 180 બોટલ મળી આવી હતી. જેથી એલસીબી ની ટુકડીએ મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની અટકાયત કરી છે.
જામનગરમાં તળાવની પાળ પાસે આવેલ મિગ કોલોની વિસ્તારમાં હિરેન અરુણભાઈ જોશી અને જીગ્નેશ દિલીઓભાઈ વોરળિયા નામના બે શખ્સો રિક્ષામાં જતા હતા ત્યારે એલસીબી પોલીસે રિક્ષાને આંતરી તેની તલસી લેતા તામાંથી રૂૂ. 57 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂૂની 180 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂૂનો જથ્થો તેમજ રીક્ષા સહિતનો કુલ રૂૂ. 2.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે આરોપીઓની પૂછપરછ કરતા દારૂૂનો આ જથ્થો દિગ્વિજય પ્લોટ શેરી નં. 61 પાસે રહેતા કપિલ ધનવાણી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી સપ્લાયરની ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.