ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા

12:08 PM Nov 20, 2024 IST | Bhumika
Advertisement

ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂૂ.15.50 લાખથી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક કેસરી કલરનો આઇસર રજી.નં.GJ-23-AW-4553 માં ઉપર કાળા કલરની તાલપત્રી બાંધેલ છે. તેમા ઇંગ્લીશ દારૂૂનો જથ્થો ભરીને નારી ચોકડી તરફથી ભાવનગર શહેરમાં નિલમબાગ સર્કલ થઇ મંત્રેશ સર્કલ તરફ આવે છે.

Advertisement

જે બાતમી આધારે હોસ્પિટલ સામે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી આઇસર ટ્રકને પકડી લઇ ટ્રકમાં જોંતા ડ્રાઇવર કેબીનની પાછળ એક અલગથી લોખંડના દરવાજાવાળુ દારૂૂ સંતાડવા માટેનું ચોરખાનું બનાવેલ તેમાં ઇગ્લીંશ દારૂૂ સંતાડેલ હતો. પોલીસે વિદેશી દારૂૂની 8,544 બોટલો કિંમત રૂૂ. 9,63,360 સહિત કુલરૂૂ.15,64,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.એલ.સી.બી. તથા પેરોલ ફ્લોએ વિદેશી દારૂૂનો જથ્થો, આઇસર ટ્રક, મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.15,64,460 ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક આકાશભાઇ ઉર્ફે બલાડ મનસુખભાઇ પરમાર તથા તેની સાથે રાકેશભાઇ ઉર્ફે કાળુ પ્રવિણભાઇ સાચીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે પ્રવિણભાઇ ઉર્ફે બાડો શામજીભાઇ રાઠોડ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેને પકડવાનો બાકી છે, તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Tags :
bhavnagarcrimegujaratgujarat newsliquor
Advertisement
Next Article
Advertisement