ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયામાંથી વિસ્ફોટકો સાથે બે શખ્સો ઝડપાયા

12:02 PM May 29, 2025 IST | Bhumika
Advertisement

ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા અને કૂવો ગાળવાનું કામ કરતા એક શખ્સએ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે જીલેટીન એક્સપ્લોઝિવ રાખતા આ અંગે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી, આ પ્રકરણમાં ખંભાળિયાના પત્રકાર સહિત બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

Advertisement

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. શિંગરખીયા તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લામાં એક્સપ્લોઝિવ પદાર્થોનું વેચાણ, સંગ્રહ અને વહન કરતા શખ્સો સામે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંદર્ભે એ.એસ.આઈ. આર.એમ. જાડેજા તેમજ ઈરફાનભાઈ ખીરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના સીમ વિસ્તારમાં ખેતીની જમીનમાં કૂવો ગાળવાનું કામ કરતા અને નાના આંબલા ગામે રહેતા કાસમ દાઉદ સીદીભાઈ સંઘાર નામના 39 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજામાં મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે જીલેટીન એક્સપ્લોઝિવ પદાર્થ રાખવામાં આવ્યો હોવાથી આ સ્થળે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન પોલીસે ઉપરોક્ત શખ્સ પાસેથી એમોનિયમ નાઈટ્રેટ ગુણધર્મ ધરાવતી 217 નંગ એક્સપ્લોઝિવ સ્ટીક, 109 નંગ ઈલેક્ટ્રીક ડેટોનેટ, 12 મીટર ડેટોનેટિંગ કોલ્ડ એક્સ વાયર, બ્લાસ્ટિંગ એક્સપ્લોડર બોક્સ, તેમજ બે નંગ લોખંડના બાયડિંગ વાયર સહિતનો મુદ્દામાલ કબજે કરી, આરોપી કાસમ દાઉદ સીદીભાઈ સંઘારની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછમાં તેણે એક્સપ્લોઝિવનો ઉપરોક્ત જથ્થો ખંભાળિયામાં રહેતા યુનુસ મોહસીન દલાલ ઉર્ફે યુનુસ દારૂૂવાલા આપી ગયો હોવાનું અને આ જથ્થો કૂવામાં બ્લાસ્ટિંગ કરી, કુવો ગાળવા માટે ઉપયોગમાં લેવાતો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જેથી પોલીસે ઉપરોક્ત શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ એક્સપ્લોઝિવ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, એ.એસ.આઈ. ઈરફાનભાઈ ખીરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં બંને શખ્સો સામે ગુનો નોંધાયો છે.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. પ્રશાંત શિંગરખીયા પી.એસ.આઈ. વી.એન. શિંગરખીયા, એસ.આર. ગોસ્વામી. એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, ઈરફાનભાઈ ખીરા, કિશોરસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, સ્વરૂૂપસિંહ જાડેજા અને સુરેશભાઈ કારીયા દ્વારા કરવામાં આવી હતી.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement