For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

12:23 PM Feb 12, 2025 IST | Bhumika
ખંભાળિયામાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ખંભાળિયા પંથકમાં દારૂૂ, જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા સંદર્ભે અહીંના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં મંગળવારે ખંભાળિયા પોલીસ મથકના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેરના પાંચ હાટડી ચોકમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

Advertisement

અહીં ગાયત્રીનગરમાં રહેતા સત્યરાજસિંહ જામભા જાડેજા (ઉ.વ. 25) અને ચુનારાવાસમાં રહેતા પ્રવીણ ઉર્ફે પિન્ટુ ભીખુભાઈ ચોપડા (ઉ.વ. 29) નામના બે શખ્સો દ્વારા વેંચાણ અર્થે ભાગીદારીમાં મંગાવવામાં આવેલી વિદેશી દારૂૂની કુલ 60 બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડામાં પોલીસે કુલ રૂૂપિયા 43,872 ની કિંમતના દારૂૂ તેમજ રૂૂ. 10,000 ની કિંમતના એક મોબાઈલ ફોન મળી કુલ રૂૂપિયા 53,872 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પ્રકરણમાં અન્ય બે શખ્સો વિશ્વરાજસિંહ મયુરસિંહ પરમાર અને મયુર ચંદ્રવાડીયા નામના બે શખ્સોના નામ પણ સપ્લાયર તેમજ ભાગીદાર તરીકે ખુલવા પામ્યા છે. જેથી પોલીસે આરોપી સત્યરાજસિંહ જાડેજા તેમજ પ્રવીણ ઉર્ફે પીન્ટુ ચોપડાની અટકાયત કરી, અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. બી.જે. સરવૈયા તથા સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી, ભરતભાઈ જમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા તથા અરજણભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement