ખંભાળિયા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ખંભાળિયા - દ્વારકા માર્ગ પર મધ્યરાત્રિના સમયે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન પસાર થઈ રહેલી એક મોટરકારમાં ચેકિંગ દરમિયાન પોલીસને રૂૂપિયા પોણા બે લાખ જેટલી કિંમતનો વિદેશી દારૂૂનો જથ્થો સાંપડ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે બે શખ્સોને ઝડપી લઇ, સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા દ્વારકા હાઈવે પર અત્રેથી આશરે સાત કિલોમીટર દૂર એક હોટલ પાસેથી રાત્રિના સવા ત્રણ વાગ્યાના સુમારે પસાર થઈ રહેલી જી.જે. 02 બી.એચ. 6665 નંબરની નિશાન કંપનીની મોટરકારને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ મોટરકારમાંથી વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂૂપિયા 1,72,600 ની કિંમતની વિદેશી દારૂૂની કુલ 131 બોટલ સાથે ભાણવડ તાલુકાના જસાપર ગામના સાગર પાલા કરમુર અને મોટા કાલાવડ ગામના દિલીપ સાજણ વારોતરીયા નામના બે શખ્સોની અટકાયત કરી હતી.
આ દરોડાની કાર્યવાહીમાં પોલીસે રૂૂપિયા ચાર લાખની કિંમતની નિશાન કંપનીની મોટરકાર તથા રૂૂપિયા 40 હજારની કિંમતના બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 6,12,600 ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંને શખ્સોની અટકાયત કરી હતી.
દારૂૂનો આ જથ્થો તેઓએ ચોટીલા ગામે રહેતા કુલદીપ ઉર્ફે ધમભા ગોહિલ નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. જેથી પોલીસે હાલ કુલદીપ ઉર્ફે ધમભા ગોહિલને ફરાર ગણી, પ્રોહિ. એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.