જેતપુરના મંડલીકપુરમાંથી 260 બોટલ દારૂ-બિયર સાથે બે શખ્સોની ધરપકડ
જેતપુરના મંડલીકપુર હાઈવે પર પોલીસે દરોડો પાડી 260 બોટલ દારૂ અને બીયર ભરેલા ટ્રક સાથે જૂનાગઢના બે શખ્સોની ધરપકડ કરી રૂા. 1.97 લાખનો દારૂ, બીયર અને ટ્રક સહિત રૂા. 12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં ઝડપાયેલા બે શખ્સોની પુછપરછમાં માણાવદરના બુટલેગરનું નામ ખુલ્યું છે. જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મંડલીકપુર નેશનલ હાઈવે પર બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નં. જીજે 11 વી.વી. 7003 ત્યાંથી પસાર થતાં તેને અટકાવી તલાશી લેતા આ ટ્રકમાંથી રૂા. 1.03 લાખની કિંમતની 192 બોટલ વિદેશઈ દારૂ તથા રૂા. 94,464ની કિંમતની 768 ટીમ બીયરનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂ અને બીયર સાથે ટ્રક ચાલક વિપુલ પુંજાભાઈ રબારી (રહે. માણાવદર) અને માણાવદરના ખાંભલાગામના મનસુખ શિવનાથ ધરમનાથની ધરપકડ કરી ટ્રક સહિત રૂપિયા 12 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ બન્નેની પુછપરછમાં જાણવા મળ્યું કે, આ દારૂ-બીયર ભરેલો જથ્થો માણાવદરના બુટલેગર લખન અરજણ આહિરે મંગાવ્યો હતો. જેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લાપોલીસ વડા હિમકરસિંહની સુચનાથી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સાથે પીેએસઆઈ એચ.સી. ગોહિલ તેમજ સ્ટાપના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ, શક્તિસિંહ જાડેજા, અમિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, કૌશિકભાી જોશી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.