For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના બે ખેપિયાઓ વિલાયતી દારૂની 546 બોટલ સાથે ઝડપાયા

11:46 AM Aug 14, 2024 IST | Bhumika
ભાવનગરના બે ખેપિયાઓ વિલાયતી દારૂની 546 બોટલ સાથે ઝડપાયા
Advertisement

ભાવનગર નજીક ત્રાપજથી કટીંગ થઈને ઇકો કારમાં વિલાયતી દારૂનો જથ્થો ભરીને દાઠા પંથકમાંથી પસાર થતી કારને શોધીકાઢી ભાવનગરના બે ઈસમોને પોલીસે ઝબ્બેકર્યા છે. દારૂનો જથ્થો ત્રાપજના ઇસમે આપ્યો હતો અને ભાવનગરના ઇસમને પહોંચાડવાનો હતોનું પોલીસની જાણમાં આવ્યું છે.

દાઠા પો.સ્ટેના પો.કો.જયરાજસિંહ ચુડાસમાને મળેલ ખાનગી બાતમીના આધારે મધ્યરાત્રીના 12.25 કલાકે બાતમી મુજબ ની ઇકોકાર નં.જીજે-04ડીએ-1265 નીકળતા તેમાં તલાશીલેતા વિલાયતી દારૂની 546/- બોટલ કી. રૂ.65300/- ની મળી આવી હતી.આથી કારના ચાલક અજય મનસુખ કંટારીયા રે.ઘોઘાસર્કલ,ભાવનગર તથા સાથે રહેલ ભાવેશ ગુણવંત મકવાણા રે.ઘનશ્યામનગર,ભાવનગર વાળાની અટકાયત કરી પૂછપરછ કરતા દારૂનો જથ્થો ત્રાપજના દિવ્યરાજસિંહ ઉર્ફે કડી એ મોકલેલ હતો અને ભાવનગર ના પ્રતીક નામના ઈસમને પહોંચાડવાનો હતો.

Advertisement

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જથ્થો બપોરે ત્રાપજ નજીકથી ભરવામાં આવ્યો હતો.અલંગ પોલીસ તપાસમાં હોઈ બુટલેગરો ને ખબર પડતાં દાઠા નજીક સંતાડવામા આવ્યો.જેને લઈ દાઠા પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસે બિનવારસી જથ્થો કબ્જે કરવાના બદલે બુટલેગરો સુધી પહોંચવા માટે ધીરજ ધરીને વોચ ગોઠવી.માલ ભરાયા બાદ ઝડપી લેતા ખેપિયા અને બુટલેગરો સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે કાર, મોબાઈલ અને દારૂ મળી કુલ રૂ.4,20,300/-નો મુદામાલ કબ્જે કરી દિગ્વિજયસિંહ અને પ્રતીક નામના ઈસમો ની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. ભાવેશ અને દિગ્વિજયસિંહ ઉપર ભૂતકાળમાં ગુન્હાઓ નોંધાયેલ છે.

ડ્રાઇવરને કાર આપતા સાવધાની રાખવી

દાઠા પોલીસે જે ઇકો કારમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો છે તે કાર પર માધવ સાર્વજનિક ચેરી.ટ્રસ્ટ લખેલ છે.સૂત્રોએ જણાવ્યું હતુ કે અજય કંટારીયા કારનો ચાલક છે. ટ્રસ્ટ દ્વારા વિશ્વાસ મૂકીને કાર આપવામાં આવતી હતી. જેનો દૂર ઉપયોગ કરવામાં આવ્યોછે.

બુટલેગરોની નવી ટેક્નિક ખુલ્લી થઈ

આ કેસમાં બુટલેગરોની નવી એક ટેક્નિક સામેં આવીછે.પહેલા એકજ ખેપિયા દ્વારા જ્યાંથી માલ ભરાય તે સ્થળે થી જ્યાં ખાલી કરવાનો હોય ત્યાં સુધી એકજ ચાલક રહેતો હતો. હવે ચાલકને ચોક્કસ સ્થળ કહેવામા આવે છે.ત્યાંથી નવો ચાલક કબ્જો સંભાળેછે.જેને લઈ દારૂૂનો જથ્થો ક્યાં ખાલી કરવાનો હતો અને કોને દેવાનો હતો તે ખબર પડતી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement