વેરાવળના બે કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલ ભેગા કરાયા
આરોપી પ્રતાપ થોભણ ડોડિયા અને ધીરૂ કાના દાહીમાની ભયજનક વ્યક્તિની કેટેગરીમા અટકાયત
જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈશમો પ્રતાપ થોભણ ડોડીયા, રહે.રાતિધાર, તા.તાલાલા અને ધીરૂૂ કાના દાહીમા, રહે. પનાદર, તા.કોડીનાર કે જેઓ વિરુદ્ધ વેરાવળ સીટી પો. સ્ટે. ખાતે તેઓ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી ગીર સોમનાથ જીલ્લામાં ઉનાળામાં સંભવિત પાણીની અછતને પહોંચી વળવા પાણી સપ્લાય કરતા કોન્ટ્રાકટર સાથે મારકુટ કરી, ગાળાગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હા નોંધાયેલ હતા.તે અવારનવાર પાણી જેવી અતિ આવશ્યક જરૂૂરિયાતને પૂરી પાડવા ટેન્કર ચલાવતા વ્યક્તિઓને ધમકાવીને અટકાવતા હોવાની પણ પ્રવૃત્તિ કરતા હતા.ઉપરાત ગુપ્ત સાહિદોના નિવેદનની વિગતે તેઓ આવી પ્રવૃત્તિ વારંવાર કરતા હોવાનું તેમજ લોકોમાં ભયનું વાતાવરણ ફેલાતું હોવાનું જણાવેલ હતું.આ આરોપીઓના ભયને કારણે લોકો તેના વિરુદ્ધમાં ફરિયાદ કરતા પણ ડરતા હોવાનું જણાવેલ હતું.
આ ઈશમ ઝનૂની સ્વભાવવાળા હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂૂપ થવાના તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એ તા.22/04/2025ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા પ્રતાપ થોભણ ડોડીયાને ખાસ જેલ ,ભુજ અને ધીરૂૂ કાના દાહીમાને મઘ્યસ્થ જેલ, સુરત ખાતે અટકાયત કરી મોકલી આપવામાં આવેલ છે.