For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રંગીલા રાજકોટમાં છ કલાકમાં હત્યાની બે ઘટના

04:35 PM Jul 14, 2025 IST | Bhumika
રંગીલા રાજકોટમાં છ કલાકમાં હત્યાની બે ઘટના

રાજકોટ શહેરમાં છેલ્લા છ કલાકમાં હત્યાની બબ્બે ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. લાલપરી પાસે આવેલા મફતીયાપરામાં વહેલી સવારે મિત્રો સાથેની દારૂની મહેફીલમાં ગાળો આપતા અજય ચારોલાની ભગવતીપરાના મામા-ભાણેજે ઢીમ ઢાળી દીધું હતું.

Advertisement

આ ઘટનામાં ક્રાઈમ બાંચે બન્ને આરોપીને ઝડપી લીધા હતાં.જ્યારે બીજી ઘટનામાં ઘંટેશ્ર્વરમાં ઠપકો આપવા મામલે જીતેશ સોલંકીની તેના જ ભત્રીજા સંજય સોલંકીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી આ ગુનાનો ભેદ પણ ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી લીધો હતો. હત્યાની બબ્બે ઘટનામાં ડીરેકટશન તો પોલીસે કરી લીધું પરંતુ આપી ગંભીર ઘટનાઓ કયારે અટકશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

દારૂની મહેફીલમાં ડખ્ખો: મામા ભાણેજે યુવાનનું ઢીમ ઢાળી દીધું

Advertisement

કુવાડવા રોડ લાલપરી મફતિયા પરામાં રહેતા અને રૂૂડાનગરમાં રિક્ષામાં એસિડના ફેરા કરતાં યુવાનને વહેલી સવારે ચાર વાગ્યે ઘરેથી નીકળ્યો પછી લાલપરીના ઢાળ નજીક આંગણવાડી પાછળના રસ્તે કોઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભગવતીપરામાં રહેતા મામા ભાણેજને ઝડપી બી ડીવિઝન પોલીસને સોંપ્યા હતા.તેઓએ દારૂૂની મહેફિલમાં માથાકૂટ થયાનું રટણ કરતા સાચું કારણ જાણવામાં આવી રહ્યું છે.

હત્યાનો ભોગ બનનાર યુવાન અજયભાઈના પિતા લાલપરી મફતીયાપરા શેરી નં-6 સાગર પાન ચોકમાં રહેતાં કાનજીભાઈ બચુભાઈ ચારોલા કોળી (ઉ.વ.56)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.કાનજીભાઈ ચારોલાએ જણાવ્યું હતું કે,મારો દિકરો અજય રૂૂડાનગર ખાતે એસીડની રીક્ષા ચલાવી રાજકોટ શહેરમા અલગ અલગ જગ્યાએ એસીડ પહોચવાડનુ કામ કરતો હતો.

રવિવારે તા. 13/07/2025ના સવારનાં મારો દિકરો અજય લોહીલુહાણ હાલતમાં રસ્તાની બાજુના ભાગે પડેલ હતો અને અમોએ નજીક જઈને જોયેલ તો મારા દિકરા અજયના જમણાં પગના થાપાના નીચેના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજા થયેલ હોય તેવું લાગતુ હતું અને જમીન ઉપર પુષ્કળ લોહી પડેલ હતુ. અને ત્યાં ઘણાં લોકો ભેગા થયેલ હતા. તે દરમ્યાન કોઈએ 108 ને ફોન કરેલ હોય જેથી 108 એમ્બ્યુલન્સ ગાડી આવેલ હતી. અને 108ના ડોક્ટરે મારા દિકરા અજયને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.સવારનાં ચાર વાગ્યાથી સાત વાગ્યા દરમ્યાન મારા દિકરા અજય સાથે કોઈ અજાણ્યા શખ્સે કોઈ કારણસર ઝગડો કરી તીક્ષ્ણ હથિયાર વડે જમણાં પગના થાપાના નીચેના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેને જાનથી મારી નાખ્યો હતો.બી ડિવિઝન પીઆઇ એસ.એસ. રાણે દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી.

આ ઘટનામાં ક્રાઈમબ્રાન્ચના પીઆઇ ગોંડલીયા, એમ. એલ. ડામોર,સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ એ.એન. પરમાર, વી. ડી. ડોડીયા, એસ.વી. ચુડાસમા અને ટીમના એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા,દિપકભાઈ ચૌહાણ, પ્રતીકસિંહ રાઠોડ ,સંજયભાઈ રૂૂપાપરા,મહાવીરસિંહ જાડેજા, સંજયભાઈ ખાખરિયા અને પોપટભાઈ ગમારા સહિતના સ્ટાફે ભગવતીપરામાં ધરમનગર-1 ચામુંડા પાનની આગળની શેરીમાં રહેતા શાહરુખ ઇકબાલ ફકીર (ઉ.વ.23) અને અક્રમ ઇસ્માઇલ ફકીર (ઉ.વ.30)ને ઝડપી લીધા હતા.ક્રાઈમબ્રાન્ચની આગવીઢબની પૂછપરછમાં બંનેએ કેફિયત આપી હતી કે, વહેલી સવારે અજય સહિત ત્રણેય દારૂૂ પીવા બેઠા હતા અને દારૂૂ પીધા બાદ શાહરુખ રવાના થયો હતો.અજયે સાથે બેઠેલા અક્રમને લઇ જવાનું કહ્યું હતું અને તે મુદ્દે અજયે ગાળ બોલતા મામલો બિચક્યો હતો, જેથી શાહરુખ તથા અક્રમે છરીના ઘા ઝીંકી અજયનું કાસળ કાઢી નાખ્યું હતું.શાહરુખ રીક્ષા ચલાવે છે જ્યારે અક્રમ કોલ્ડ ડ્રિંક્સની દુકાનમાં કામ કરે છે.

ઘંટેશ્ર્વરમાં ઠપકો આપતાં કાકાને છરીના ઘા ઝીંકી ભત્રીજાએ પતાવી દીધા

રૈયાધારમાં થયેલી વૃધ્ધ મનસુખભાઈ ટાંકની હત્યાનો ભેદ હજુ ખુલ્યો છે ત્યાં ઘંટેશ્વર 25 વારીયામાં વધુ એક હત્યા થઇ હતી.જામનગર હાઇવે પર ઘંટેશ્વર 25 વારીયામાં જીતેશભાઈ જેસીંગભાઈ સોલંકી (ઉ.વ. 38) નામના દેવીપૂજક યુવાનને તેના ભત્રીજા સંજય સાગરભાઈ ઉર્ફે સાયરભાઈ સોલંકી(રહે.ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર,જામનગર રોડ)એ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો.હત્યાનો ભોગ બનનાર જીતેશભાઇને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે.


જીતેશભાઈનો દિકરો જયરાજ ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ત્યાં જ રહેતા સંજયએ તેની સાથે માથાકુટ કરી મારકૂટ કરી હતી.ત્યારબાદ રાત્રે જીતેશભાઈ આ મુદ્દે તેના ભત્રીજા સંજયને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા સંજયએ તેને છરીના ઘા ઝીંકી દેતા મૃત્યુ નિપજ્યું હતું.પોલીસે હત્યાનો ભોગ બનનાર જીતેશભાઇના પત્નિ કલ્પનાબેન જીતેશભાઇ સોલંકી (ઉ.વ.38)ની ફરિયાદ પરથી તેના ભત્રીજા સંજય સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.સંજયએ કાકા જીતેશભાઈને છાતી, વાંસાના ભાગે છરીના બે ઘા ઝીક્યા હતાં. જે જીવલેણ નીવડયા હતાં.વચ્ચે પડેલા સાહેદ મંજુબેનને ડાબા હાથે ઇજા થઇ હતી.આ ઘટનામાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં ડી સ્ટાફના રવિભાઈ ગઢવી, મુકેશભાઈ સબાડ,રઘુવિરસિંહ જાડેજા અને પ્રદીપભાઈ ડાંગર અને ટીમે આરોપી ભત્રીજા સંજય સાગરભાઈ ઉર્ફે સાયરભાઈ સોલંકી (રહે. ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર, જામનગર રોડ)ને ઝડપી લીધો હતો. પોલીસમાંથી વિગતો મળી હતી કે જીતેશને લાગેલી છરી પોસ્ટમોર્ટમ રુમમાં છરી કાઢવામાં આવી હતી.તેમજ મારામારી સૌ પ્રથમ જીતેશે સંજય ઉપર કાચના ટુકડાથી હુમલો કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement