રાજકોટ-મોરબી રહેતા એમપીના બે શખ્સોનું સરકારી ગોડાઉનમાંથી ચોરવાનું કૌભાંડ
માળીયા મિયાણામાં સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં - ચોખાની ચોરી કરી બજારમાં વેચવાની પેરવી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબી અને રાજકોટ ખાતે રહેતા બે શખ્સને માળિયા મિયાણા પોલીસે ઇકો ગાડી અને ચોરાઉ અનાજ સાથે ઝડપી લઈ સરકારી ગોડાઉનમાંથી અનાજ ચોરવાના કૌભાંડનો પર્દાફાશ કરી એક શખ્સની સંડોવણી ખોલી ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂૂ કરી છે. અને ઝડપી લેવાયેલા શખ્સો આવું કારસ્તાન ક્યારથી કરી રહ્યા હતા અને કોણ કોણ આ અનાજના ખરીદાર હતા એ સહિતની વિગતો કઢાવવા તજવીજ શરૂૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પીઆઇ અને તેમની ટીમે બાતમીને આધારે સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં - ચોખાની ચોરી કરી બજારમાં વેચવાની પેરવી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબીના યમુનાનગરમાં રહેતા શિવરાજસિંગ કાલીચરન રાજપૂત અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલ પૂજારામ રાજપૂતને 11 બોરી ચોખા, 4 બોરી ઘઉં, બે મોબાઈલ ફોન તેમજ 4 લાખની ઇકો ગાડી સહિત રૂૂ.4,42,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આ ગુન્હામાં સંડોવાયેલ શનાળા મોરબીના રમેશભાઈ નામના શખ્સનું નામ ખોલાવ્યું હતું. નોંધનીય છે કે, બન્ને આરોપીઓ માળીયા મિયાણાના સરકારી ગોડાઉનમાં માલ ભરવા આવતા ઈસમો પાસેથી જથ્થો મેળવી ખુલ્લા બજારમાં વેચી મારતા હોવાનું સામે આવ્યું છે.
ત્યારે આ મામલે પુરવઠા વિભાગ પણ ઊંડી તપાસ કરે તો જબરું કૌભાંડ ઝડપાઇ તેમ હોવાનું મનાઇ રહ્યું છે.
સરકારી અનાજનો દુરુપયોગ કરવો, બારોબાર ઓછા ભાવે વેચી મારીને રોકડી કરવી કે પછી વધુ સભ્યોના નામે રાશન આપ્યાનું ચોપડે દર્શાવી તે જથ્થો અન્યને વેચી દઇતે સરકારી તિજોરીને કરવામાં આવતા નુકસાનમાં જો પુરવઠા વિભાગ ઉંડી તપાસ કરે તો ઘણું મોટું કારસ્તાન ખુલી શકે તેમાં બે મત નથી.