For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયા

05:14 PM Nov 17, 2025 IST | admin
ફાયરિંગમાં વોન્ટેડ પેંડા ગેંગના વધુ બે સભ્યો ઝડપાયા

મંગળા રોડ ઉપર ફાયરીંગ મામલે પોલીસે પેંડા ગેંગ અને મરઘા ગેંગ સામે ગુનો નોંધ્યા બાદ બન્ને ગેંગના સભ્યોને પકડવા અલગ અલગ ટીમ કામે લાગી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમે તપાસ કરી પેંડા ગેંગનાં 15 સભ્યોની ધરપકડ બાદ વોન્ટેડ વધુ બે સભ્યોની ધરપકડ કરતા કુલ આંક 17 થયો છે. જયારે જંગલેશ્વરની મરઘા ગેંગનાં મુખ્ય સૂત્રધાર સહીત કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે. પોલીસે પેંડા ગેંગ અને મરઘા ગેંગ ફરાર સભ્યોની ધરપકડ બાદ વોન્ટેડ વધુ બે સાગ્રીતોની ધરપકડ કરતા કુલ ધરપકડનો આંક 25 થયો છે, જોકે હજુ મરઘા ગેંગના કુખ્યાત સંજય ઉર્ફે સંજલો ફરાર હોય જેને ઝડપી લેવા ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી છે.

Advertisement

મળતી વિગતો મુજબ ફાયરીંગ મામલે પોલીસે પેંડાના ભયલો ગઢવી,મેટીયો ઝાલા,મોન્ટુ રોજાસરા,હીંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી તેમજ મરઘા ગેંગના સમીર ઉર્ફે સંજલો જાવીદભાઈ જુણેજા,અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા,શાહનવાઝ અબ્દુલ્લા ઉર્ફે દુલીયો ભીખુભાઇ ઘાડા,શાહનવાઝના મીત્રો સમીર ઉર્ફે મુરધો,સોહીલ સીંકદરભાઇ ચાનીયા,સોહીલ દીવાન ફકીર,અમન અલ્તાફભાઈ પીપરવાડીયા તથા તપાસમાં ખુલે તમામ સામે હત્યાની કોશિષ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

જંગલેશ્વરના સમીર ઉર્ફે મરઘા અને પેંડા ગેંગના પરિયા ગઢવી વચ્ચે એક યુવતીના મુદ્દે શરૂૂ થયેલી માથાકૂટ ગેંગવોર સુધી પહોંચી હતી અને મંગળા રોડ પર સમીરના નાનાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે બંને ગેંગ સામસામે આવી ગઈ હતી અને જાહેરમાં એકબીજા પર ભડાકા કરી આતંક મચાવ્યો હતો. પોલીસે આ મામલે બંને ગેંગના શખ્સોની ધરપકડનો દોર શરૂૂ કર્યો હતો. જેમાં ફાયરીંગમાં સંડોવાયેલ પેંડા ગેંગનાં 15 સભ્યોની ધરપકડ બાદ વોન્ટેડ વધુ બે સભ્યોની ધરપકડ કરી છે. પેંડા ગેંગના વોન્ટેડ પુનિતનગરના અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલા અને મિલન નરભેરામ ગોંડલીયાની ધરપકડ કરતા પેંડા ગેંગના કુલ 17 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.જયારે મરઘા ગેંગના કુલ 8 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બન્ને ગેંગના કુલ ધરપકડનો આંક 25 થયો છે. ગુજસીટોકના પેંડા ગેંગના 17 આરોપી સભ્યો રીમાન્ડ ઉપર છે. આ પ્રકરણમાં હજુ સંજય ઉફે સંજલો ફરાર હોય તેને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી છે.

Advertisement

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધીક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચના એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ એસઓજીના પાઈ એસ.એમ.જાડેજા તેમજ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સી.બી.જાડેજા, વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર એસઓજીના પીએસઆઈ વી.કે.ઝાલા સહીતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement