13 વર્ષના તરુણનું ગુપ્તાંગ ખેંચી બે સગીરે માર માર્યો
ગોંડલમાં આવેલ સહજાનંદનગરમાં રહેતો 13 વર્ષનો તરુણ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ કોલેજ ચોક પાસે હતો. ત્યારે બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હતો. તરુણને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગોંડલમાં આવેલા સહજાનંદ નગરમાં રહેતો 13 વર્ષનો તરુણ ગોંડલમાં આવેલા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં કોલેજ ચોક પાસે હતો ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બે સગીરે ઝઘડો કરી ગુપ્તાંગ ખેંચી ઢીકા પાટુનો માર માર્યો હતો.
તરુણને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તરુણની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ બી ડિવિઝન પોલીસને જાણ કરતા ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તરુણ ક્રિકેટ એકેડેમીમાં જાય છે અને માર મારનાર બંને સગીરે પૈસા માંગી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના જમાદાર રવિભાઈ ચાવડા સહિતના સ્ટાફે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.