એરગન-તલવાર સાથેની રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવી બે શખ્સોને ભારે પડી
જામનગર શહેરમાં સોશ્યલ મીડીયામાં તલવાર-એરગન સાથેની રીલ બનાવીને સોરયલ મીડીયામાં વાયરલ કરનાર બે શખ્સોને ભારે પડ્યું છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ની ટિમને ધ્યાનમાં આવતાં બન્ને શખસો ને શોધી કાઢ્યા હતા, અને તેઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. જ્યારે એરગન અને તલવાર કબજે કરી લીધા છે.
જામનાગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. આઈ. એ.ધાસુરા સહિતની ટીમ દ્વારા સોશ્યલ મીડીયા ઉપર કોઈ બનાવ ન બને, તે માટે સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા બે શખ્સો સોશ્યલ મીડીયામાં તલવાર અને એક્શન સાથે રાખીને જાહેરમાં રીલ બનાવીને સોશ્યલ મીડીયામાં વાયરલ કરતા હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે દિવ્યરાજસિંહ જાડેજા અને ઈશ્વરભાઈ ઓડીચ નાના બન્ને સ્ટંટબાજો ને શોધી કાઢ્યા હતા, અને બંનેની અટકાયત કરી લીધા બાદ તેઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.
બન્ને શખસોની પુછપરછ કરતાં આ વિડીયો ચારેક માસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમ્યાન ઉતારીને મુક્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ તો સાયબર કાઈમ પોલીસે સીટી સી. ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઈ એન.પી.ઠાકુરએ તપાસ હાથ ધરીને એરગન રૂૂ.500 તેમજ એક તલવાર કબજે કરી છે.