મધ્યપ્રદેશથી 864 બોટલ દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢ જતા બે શખ્સો રાજકોટથી ઝડપાયા
રાજકોટ પીસીબીના દરોડામાં 11 લાખનો મુદામાલ કબજે: દારુ મંગાવનાર જૂનાગઢના બે બુટલેગરના નામ ખુલ્યા
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા ગામ નજીક વાંકાનેર ચોકડી પાસેથી પીસીબીએ રૂૂા.3.96 લાખના 864 બોટલ વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લઇ કુલ રૂૂ.11 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. બન્નેની પુછપરછમાં આ દારૂૂ મધ્યપ્રદેશથી જૂનાગઢ લઇ જવાનો હોવાનું પીસીબીની ટીમેના જણાવ્યું હતું. દારૂૂ મંગાવનાર તરીકે જૂનાગઢના બે શખ્સોના નામ ખુલ્યા છે.
મળતી વિગતો મુજબ પીસીબીના મયુરભાઈ પલારીયા,નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકીને મળેલી ચોકકસ બાતમીના આધારે પીસીબીએ વાંકાનેર ચોકડી પાસેથી પસાર થયેલી ક્રેટા કાર નંબર જીજે-08-એપી-4593 ને અટકાવી તલાશી લેતાં અંદરથી રૂૂા.3.96 લાખની જુદી-જુદી બ્રાંડની અંગ્રેજી દારૂૂની 864 બોટલ મળી આવી હતી. જેથી કારમાં બેઠેલા રાજસ્થાનના બાડમેર જીલ્લાના દિનેશ ગોદારા અને રામજીવન જાંગુની ધરપકડ કરી હતી. કાર, દારૂૂ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂૂા.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા બંને આરોપીઓની પુછપરછમાં દારૂૂ મંગાવનાર તરીકે જૂનાગઢના રવિરાજ વાંક અને ભીખન આહિરનું નામ ખુલતાં પીસીબીએ આ બંનેને ઝડપી લેવા તજવીજ શરૂૂ કરી છે. પીસીબીના સૂત્રોએ જણાવ્યું કે દારૂૂનો જથ્થો મધ્યપ્રદેશના ઈન્દોરથી આવી રહ્યો હતો. જૂનાગઢના બંને શખ્સો રાજકોટમાં દારૂૂની ડિલીવરી લેવાના હતા તેવી માહિતી મળી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ પી.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદિપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.