પોલીસને બાતમી આપ્યાની શંકાએ કુવાડવાના વેપારીને ઘર નજીક આંતરી બે શખ્સે છરી ઝીંકી
કુવાડવા ગામે હરીઓમ ચોક નજીક પોલીસને ખોટી વાતો કરવા મામલે યુવાને રસ્તામાં આંતરી ત્રણ શખ્સોએ કારમાં આવી છરીનો ઘા ઝીંકી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
બનાવની વધુ વિગતોઅનુસાર કુવાડવાના હરિઓમ ચોક નજીક રહેતા અશોક ચમનભાઈ મકવાણા (ઉ.વ.22) નામના યુવાને કુવાડવા નામના નીતીન નાથાભાઈ લઢેર, દશરતભાઈ નાથાભાઈ લઢેર અને માલીયાસણ ગામના ઓવરબ્રીજ નીચે ઝુપડીમાં રહેતા દિપકભાઈ લઢેર સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે અશોકભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે અટલ સરોવરમાં ખાણી-પીણીનો સ્ટોલ ધરાવે છે. તે ત્યાં ધંધામાં જવા નિકળેલ ત્યારે ઘર નજીક આવેલી સીતારામ પાન માવાના ગલ્લે ફાંકી ખાવા ઉભો હતો ત્યારે એક સફેદ કલરની કાર આવીને ઉભી રહી અને તેમાં બેઠેલા ત્રણેય આરોપીએ કહ્યું કે બોલાવી લે હવે તારી પોલીસને તુ અવાર નવાર પોલીસને મારી ખોટી વાતો કરે છે તેમ કહી નિતિન અને દશરથે છરી કાઢી મારવા જતા અશોક ખસી ગયો હતો અને તેમને હાથમાં છરી વાગી ગઈ હતી પીઠ પાછળ પણ છરકા પડી ગયા હતા જેથી અશોકભાઈ દોડીને તુરંત ઘરમાં જતો રહ્યો હતો અને આરોપીઓ ત્યાંથઈ ભાગી ગયા હાતં.
આ મામલે નીતીન લઢેર અને દશરથ લઢેર ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા હોય તેની બાતમી પોલીસને આપ્યાની શંકાએ આરોપીએ ધમકી આપી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ કરી રહી છે.