જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં સગીરા પર બે નરાધમોનું દુષ્કર્મ
બંન્ને સામે ફરિયાદ દાખલ કરી શોધખોળ આદરતી પોલીસ
જામનગર ના હાપા યાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષની વયની એક સગીરા પર આજ થી ચાર દિવસ પહેલાં બે નરાધમ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર જાગી છે. પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને બંનેની શોધખોળ હાથ ધરી છે.
જામનગરના હાપા યાર્ડ વિસ્તારમાં રહેતી 16 વર્ષ ની વયની એક સગીરાને તેના નજીકમાં જ રહેતા એક શખ્સે સૌ પ્રથમ તેની સાથે મિત્રતા કેળવી હતી, ત્યારબાદ આજથી ચાર દિવસ પહેલાં તેણીને એક સ્થળે બોલાવી હતી, અને સગીરા પર વારાફરથી બે શખ્સોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.
આખરે આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ભોગ બનનાર સગીરાની માતાએ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આજે મોડી સાંજે બે શખ્સો સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને તબીબી ચકાસણી અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ચેક પરત ફરવાના કેસમાં કેદ અને દંડ ફટકારતી અદાલતજામનગરની એક સોસાયટી પાસેથી લોન મેળવનાર બે સભાસદ સામે ચેક પરતની ફરિયાદો કરવામાં આવી હતી. તે બંને કેસમાં અદાલતે આરોપીઓ ને કેદ, ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસાયટી ના સભાસદ રવિન્દ્રગીરી ભગવાનગીરી ગોસ્વામી અને પૃથ્વીરાજસિંહ રામદેવસિંહ ચુડાસમા એ સોસાયટીમાંથી લોન લીધી હતી. તે લોન ભરપાઈ કરવા આપેલા ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં બંને સામે ફરિયાદ નોંધાવાઈ હતી.
તે કેસ ચાલવા પર આવતા અદાલતે બંને આરોપીને તક્સીરવાન ઠરાવી પૃથ્વીરાજસિંહને એક વર્ષની જેલ, ચેક મુજબ રૂૂ.1,87,731 નો દંડ અને રવિન્દ્રગીરી ગોસ્વામી ને 6 મહિના ની જેલ અને રૂૂ.22,106 નો દંડ ફટકારાયો છે. બંને આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ,મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ રોકાયા હતા.