ઘરફોડ ચોરી સહિત 24 ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસામાં ધકેલાયા
એલસીબી ઝોન-2ની ટીમે એકને વડોદરા અને બીજાને સુરત જેલ હવાલે કર્યો
રાજકોટ શહેરમા શરીર સબંધી અને મિલકત સબંધી તેમજ પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતીઓ સાથે પકડાયેલા શખસો આવી પ્રવૃતીઓ કરતા અચકાય તેમજ શહેર વિસ્તારમા શાંતીમય રીતે લોકો જીવન પસાર કરી શકે તેવા હેતુથી આવી અસામાજીક પ્રવૃતીઓ કરતા શખસો સામે અટકાયતી પગલા લેવા તેમજ આરોપીઓ સામે પાસા દરખાસ્ત કરવા સુચનાં આપવામા આવી હોય માટે એલસીબી ઝોન ર ની ટીમનાં આર. એચ. ઝાલા દ્વારા ઘરફોડ ચોરીનાં ગુનામા સંડોવાયેલા ગોંડલ રોડ પર લોહાનગરમા બાપા સિતારામ મઢુલી સામે રહેતા મનસુખ ઉર્ફે દીકુ હરીભાઇ પરમાર (ધંધો ભંગારની ફેરી ) અને તેનો સાગ્રીત કિશન ઉર્ફે બાવ અરજણભાઇ ડાભી (રહે. કોઠારીયા સોલવન્ટ કીશાન ગૌશાળા પાસે ) ની પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મોકલવામા આવતા તેઓએ બંને શખસો વિરુધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કર્યુ હતુ. ત્યારબાદ બંનેનાં પાસા વોરંટની પજવણી કરી મનસુખને સુરત જેલ હવાલે જયારે કિશનને વડોદરા જેલ હવાલે કરવામા આવ્યો હતો.
આરોપી મનસુખ અગાઉ રાજકોટ શહેરમા તેમજ બાબરા અને અમરેલી ખાતે ઘરફોડ ચોરી, ધમકી , હદપારી સહીતનાં 17 જેટલા ગુનામા તેમજ કિશન અગાઉ રાજકોટ , બાબરા અને લીલીયા ખાતે ઘરફોડ ચોરી સહીત 7 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે. બંને શખસોને પાસામા ધકેલવાની કામગીરી પીસીબીનાં પીઆઇ એમ. આર ગોંડલીયા, એમ. જે હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા , એએસઆઇ રાજુભાઇ દહેકવાલ , ઇન્દ્રજીતસિંહ સીસોદીયા અને એલસીબી ઝોન ર નાં પીએસઆઇ આર એચ ઝાલા, જે. વી. ગોહીલ , રાજુભાઇ મીયાત્રા અને રાહુલભાઇ ગોહેલ સહીતનાં સ્ટાફે કરી હતી.