વાંકાનેર સોસાયટીના યુવાનને ખેતર ખેડવા મામલે બનેલી સહિત બે શખ્સોનો ધમકી
જામનગર રોડ વાંકાનેર સોસાયટીમાં સૂર્યરાજ મકાનમાં રહેતા વિશ્વરાજસિંહ રામભાઈ ભલગરિયા(ઉ.વ.29)ને માળીયા હાટીનાના રામ જરૂૂખા વાડી ખાતે રહેતા તેમના બનેવી બનેસિંહ ઘનશ્યામભાઈ સીસોદીયા અને તેમના ભાઈ નિલેશભાઈએ ફોન કરી ગાળો આપી અને ધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી.
વિશ્વરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ખેતી કામ કરી મારા તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ.આજથી દશ દિવસ પહેલા મે મારી માળીયા હાટીના તાલુકાના વડાળા ગામમાં આવેલ મારા માતા અંબાબેન રામભાઇ ભલગરિયાની માલીકીની પંચાવન વિદ્યા જમીન આવેલ છે જે મહેન્દ્રસિંહ અરજણભાઇ સોલંકી(રહે. સીલોદર ગામ જી. જુનાગઢ)ને ભાગમા ખેતી વાવેતર માટે આપેલ અને તે અમારા ઉપરોક્ત ખેતરે ખેડ કરે છે.
અમે આ બાબતનુ નોટરાઇઝ લખાણ પણ કરાવેલ છે.આ મહેન્દ્રસિંહ નો તા.24/05ના સાંજના સાડા આઠેક વાગ્યાની આસપાસ ફોન આવેલ અને મને જણાવેલ કે હુ ખેતરે કામ કરતો હતો ત્યારે તમારો બનેવી બનેસિહ ઘનશ્યામભાઇ સિસોદીયા મારી પાસે આવેલ અને મને કહેલ કે આ ખેતર મારુ છે અને મારે અહિયા ખેડ નથી કરવી જેથી તુ અહિયાથી નિકળી જા. જેથી મે મારા ભાગિયા મહેંદ્રસિંહ સોલંકીનો ફોન કાપી રાત્રીના મારા બનેવી બનેસિહ ઘનશ્યામભાઈ સિસોદીયાને ફોન કરેલ અને કહેલ કે તમે મારા ખેતરે જઇ ભાગિયાને કેમ મારા ખેતરમાંથી જતા રહેવાનુ કહેલ તેટલાંમાં બનેસિહ મારી સાથે ફોનમા ઝઘડો કરવા લાગેલ અને ગાળો દેવા લાગેલ અને આ અગાઉ પણ છ એક મહિના પહેલા આ જમીન બાબતમા આ મારા બનેવી બનેસિંહ ના મોટાભાઇ નિલેશભાઇ ઘનશ્યામભાઈ સિસોદીયાને ફોન કરી વાત કરતા તેમણે ફોનમા ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.