ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બગસરાના સમઢિયાળામાં આધેડને રાજકોટના બે શખ્સોએ ધમકી આપી

12:39 PM May 08, 2025 IST | Bhumika
Advertisement

બગસરા તાલુકાના સમઢીયાળામા રહેતા એક આધેડને બે શખ્સોએ ફોન પર બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા બગસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આધેડને ફોન પર મારી નાખવાની ધમકી આપ્યાની આ ઘટના બગસરા તાલુકાના સમઢીયાળામા બની હતી. અહી રહેતા પાંચાભાઇ અરજણભાઇ વાણીયા (ઉ.વ.49) નામના આધેડે બગસરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ગઇકાલે તેના પત્નીના ફોનમા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેથી તેને ફોનમા વાત કરવાની ના પાડી હતી અને તેણે ફોન લઇ લીધો હતો. પાંચાભાઇએ ફોનમા વાત કરતા રાજકોટના જગદીશ સામતભાઇ નાગર અને અરવિંદ સામતભાઇ નાગર નામના શખ્સોએ ફોનમા બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી હતી.

જૂનાગઢમાં વેપારીની નજર ચૂકવી ચાંદીના 12 જોડી સાંકળાની ચોરી
મેંદરડાના પાદર ચોકમાં જવેલર્સની દુકાન ધરાવતા અને જૂનાગઢના ઝાંઝરડા રોડ પર હરિઓમ નગરમાં રહેતા મહેન્દ્રભાઈ વૃજલાલ પાલા દોઢેક માસ પહેલા બપોરે દુકાને હતા ત્યારે ચાંદીના સાંકળા બતાવો તેમ કહી 3 અજાણ્યા શખ્સ નજર ચૂકવી રૂૂપિયા 24 હજારની કિંમતના 12 જોડી સાંકળા ચોરી નાસી ગયા હતા. ઘટના બાદ વેપારી સામાજીક પ્રસંગમાં રોકાયેલા હોવાથી ફરિયાદ કરી ન હતી. સબંધીએ કેશોદમાં તેની દુકાનમાં આ રીતે થયેલી ચોરીની ફરિયાદ કરી હોવાની જાણ થતાં મંગળવારે મહેન્દ્રભાઈએ ફરિયાદ કરતા મેંદરડા પોલીસે તપાસ હાથ ધરી હતી.

વંથલીના થાણા પીપળીગામે યુવતી ઉપર ઝાડ પડતા મોત નિપજ્યું
થાણાપીપળી ગામે યુવતી પર ઝાડ પડતા મોત નિપજ્યું હતું.મળતી વિગત મુજબ વંથલીના થાણાપીપળી ગામે રહેતા વિપુલભાઈ જાદવ પોતાની વાડીએ હતા ત્યારે તેમની 13 વર્ષની પુત્રી ક્રિષા બાઇક પાસે ઊભી હતી અને અચાનક ભારે પવનથી રાવણાની ડાળ તેમના પર પડતા પુત્રી ક્રિષાનું કરુણ મૃત્યુ થયું હતું. તેમજ તેમના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે થાણાપીપળી પીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવની જાણ થતા વંથલી પોલીસે સ્થળ પર જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
BAGASARABagasara newsgujaratgujarat news
Advertisement
Advertisement