For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધી

01:17 PM Feb 06, 2025 IST | Bhumika
આટકોટના સાણથલીના યુવાનને રાજકોટના બે શખ્સોએ છેતરી કાર પડાવી લીધી

જસદણના આટકોટના સાણથલી ગામે રહેતા પટેલ યુવાનને રાજકોટના બે શખ્સોએ શીશામા ઉતારી બ્લોક કરેલા બેંકના એકાઉન્ટના ચેક આપી રૂ. પ.3પ લાખની કાર પડાવી લેતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.મળતી વિગતો મુજબ સાણથલી ગામના સંદીપભાઇ ગોબરભાઇ વેકરીયાની ફરીયાદને આધારે રાજકોટના ઘંટેશ્ર્વર રહેતા નિશીત જગદીશ મહેતા અને તેની સાથે આવેલો શખ્સ કે જેણે પોતાની ઓળખ આશીષ તરીકે આપી હોય તેનુ નામ આપ્યુ છે.

Advertisement

મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા કંપનીમાથી કાર દેખો એપ્લીકેશન મારફતે સંદીપભાઇએ જીજે 18 બીકે 2718 આઇ ટવેન્ટી કાર વેચવાની જાહેરાત જોઇ રૂ. 3.પ0 લાખની કિંમતમા આ કાર ખરીદવા માટે તેમને પાલનપુર ખાતે શ્રીકરણી પાર્કીંગ યાર્ડમાથી ગાડીનો કબ્જો લઇ મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા ફાઇનાન્સમાથી આ કાર ખરીદ કરી હતી. ત્યારબાદ આ કાર સંદીપભાઇને વેચવી હોય જેથી તેમણે ફેસબુક મારફતે કાર વેચવા માટે પોસ્ટ મુકી હતી ત્યારે રાજકોટના નિશીતે આ કાર ખરીદ કરવા માટેની તૈયારી બતાવી હતી.

રૂ. પ.3પ લાખમા આઇ ટવેન્ટી કાર ખરીદવા માટેની નિશીતે તૈયારી બતાવી હતી અને તેના મિત્ર આશીષ સાથે રૂબરૂ આવી કાર જોઇ ગયા બાદ કાર લઇ ખરીદવા માટે વાતચીત કર્યા બાદ નિશીતે સંદીપભાઇને કહયુ કે તેણે પોતાની પુત્રીને પ્રોમીસ આપ્યુ છે કે આજે કાર લઇને આવીશ અને આજે શનીવાર હોય રવીવારે રજા હોવાથી સોમવારે કારના વેચાણખતના કાગળો કરી દેજો તેમ કહી આશીષ પાસે રહેલ ચેકબુકમાથી રાજકોટના રૈયા રોડની કોર્મશિયલ કો. ઓ. બેંકનો ચેક આપ્યો હતો અને સાથે આશીષ જગદીશ ચૌહાણના નામનુ આધાર કાર્ડ આપી કાર લઇ ગયા હતા.

Advertisement

સંદીપભાઇએ ચેક બેંકમા નાખતા રીટર્ન થયો હતો અને તપાસ કરતા જાણવા મળ્યુ કે આ બેંકનુ એકાઉન્ટ બ્લોક છે આ બંને ગઠીયાઓએ સંદીપભાઇને ખોટો ચેક અને ખોટા પુરાવા આપી પ.3પ લાખની કાર લઇ ગયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement